સુરત : ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો નિર્ણય, એક માસ સુધી રફ ડાયમંડની આયાત નહીં કરાશે

0
6

સુરત. લોકડાઉન પછી સુરતના હીરા ઉદ્યોગોને આર્થિક ખેંચ નહીં પડે તેમજ પોલિશ્ડ ડાયમંડનો તૈયાર સ્ટોક ક્લિઅર થઇ જાય તે હેતુથી નિર્ણય લેવાયો છે. સુરત ડાયમંડ એસોસીઓએશન(એસડીએ) અને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઇપીસી)એ ઉદ્યોગકારો સાથે મળીને એક માસ સુધી રફ ડાયમંડ એક માસ સુધી નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે.

હીરા વેચાણમાં તકલીફ ન પડે તે હેતુથી નિર્ણય

આ અંગે માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે, હાલ સુરત સહિત ભારતના હીરા ઉદ્યોગકારો પાસે વણવેચાયેલો પોલિશ્ડ ડાયમંડનો મોટો જથ્થો પડી રહ્યો છે. લોક ડાઉન ખુલ્યા બાદ ઓવર પ્રોડક્શન નહીં થઇ તેમજ હીરા વેચાણમાં તકલીફ નહીં પડે તે હેતુથી આ નિર્ણય કરાયો છે. વર્ષે 12 બિલિયન ડોલરના રફ ડાયમંડ સુરતમાં આયાત થાય છે. વર્ષે જો 10 મહિનાની એવરેજ ગણીને માનીએ તો એક માસમાં 1.25 બિલિયન રફ હીરાની આયાત કહી શકાય. હીરા ઉદ્યોગને વધુ નુકસાની નહીં થાય તે માટે આ નિર્ણય કરાયો છે.

નાના ઉદ્યોગકારોને સુરક્ષા મળશે

એસડીએના પ્રમુખ બાબુ છોરવડી જણાવે છે કે, સર્વ ઔદ્યોગિક સંસ્થો અને આગેવાનો સાથે ચર્ચા બાદ નિર્ણય કરાયો છે કે, જે ઉદ્યોગકારે રફ હીરાની જરૂર છે. તેઓ લોકડાઉન ખુલ્યા બાદ એકમો શરૂ થાય તેના 10 દિવસમાં હીરા મંગાવી શકશે. ત્યારબાદ એક માસ સુધી રફ હીરાની આયાત કરવી નહીં. આ અંગે ડીઆઈસીએફના નિલેશ બોડકી જણાવે છે, આગેવાનો દ્વારા કરાયેલો નિર્ણય આવકારદાયક છે, નાના ઉદ્યોગકારોને તેનાથી સુરક્ષા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here