Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અશાંતધારાના વિસ્તારોમાં હવે વધારો થશે. હવે હરણી વિસ્તારને પણ અશાંતધારા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડીને હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અશાંત ધારો અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.

હરણી પોલીસ સ્ટેશનમાં અશાંતધારો લાગુ કરાયો
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે. સાથે-સાથે નાગરિકોને કોઇ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે, જેના ભાગરૂપે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વધારો કરવાનો તથા હરણી પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

રજૂઆતોને ધ્યાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો
ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના મુખ્યમંત્રીએ પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના આ વિસ્તારોમાં મળેલી રજૂઆતોને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે

વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય બાદ અશાંતધારો લાગુ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના બાપોદ, વારસીયા, કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીએ વડોદરા શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઇને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે આ અંગે નિર્ણય લીધો છે. જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયુ છે.

ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે
તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરીકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતનું વેચાણ કરતા અગાઉ વડોદરા- કલેક્ટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments