Sunday, November 28, 2021
Homeહિંમતનગર : કોરોનાના પોઝેટીવ કેસમાં થઇ રહેલ વધારાના લીધે મુખ્ય માર્કેટયાર્ડ બંધ...
Array

હિંમતનગર : કોરોનાના પોઝેટીવ કેસમાં થઇ રહેલ વધારાના લીધે મુખ્ય માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય.

વિશ્ર્વભર માં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ હવે તો દિવસે ને દિવસે કોરોનાના પોઝેટીવ કેસમાં ધરખમ વધરો થઈ રહ્યો છે. જેને કારણે હિંમતનગરનુ મુખ્ય માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાબરકાંઠા જીલ્લામાં 275 થી વધુ કોરોના પોઝેટીવ દર્દીઓ છે તો અત્યા સુધી 8 દર્દિઓના મોત પણ થયેલ છે વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગર શહેરમાં જ 115 થી વધુ લોકો કોરોના પોઝેટીવ આવ્યા છે ત્યારે હિંમતનગરનુ મુખ્ય માર્કેટયાર્ડ આવતી કાલથી બંધ રાખવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે… જેને કારણે તમામ વેપારી એશોસીએશને આ નિર્ણય લઈને તારીખ 18 જુલાઈ થી 31 જુલાઈ સુધી માર્કેય બંધ રાખવાનો નિર્ણય કર્યો છ
આમ તો હિંમતનગરનુ માર્કેટયાર્ડ મોટુ છે અને અન્ય જીલ્લાઓમાંથી પણ ખેડુતો અહિ અનાજ વેચવા આવતા હોય છે… પરંતુ માર્કેટયાર્ડના 5 થી વધુ વેપારીઓને કોરોના પોઝેટીવ રીપોર્ટ આવ્યો છે અને જેના કારણે માક્રેટયાર્ડ 12 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે એશોસીએશને આ એક નિર્ણય લીધો છે.
લોક ડાઉનને લઈને વેપારીઓથી લઈને ખેડુતોની હાલત કફોડી બની છે ત્યારે ફરીથી માર્કેટયાર્ડ 12 દિવસ સુધી બંધ રહેતા તમામ લોકો પર ફરી એક લોકડાઉન લાગી રહ્યુ છે જેને લઈને ખેડુતો સહિત વેપારીઓમાં પણ ચીંતા જોવા મળી છે.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments