આણંદની રીઝા ગામની જમીન વેચાણ સંબંધી 1.70 કરોડ ન ચુકવી બાંહેધરી કરારનો ભંગ કરવાના કેસમાં વરાછા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી અમદાવાદના આરોપીએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે નકારી કાઢી છે.
આજથી આઠેક વર્ષ પહેલાં આરોપી સુરેશ શાર્દુલભાઈ ભરવાડ(રે.ખોડીયાર નગર સોસાયટી ,ચાંદલોડીયા,અમદાવાદ) તથા સહઆરોપી જે.કે.સ્વામી,સ્નેહલભાઈ,સુરેશ ઘોરી, વિવેક ભાઈ તથા દર્શન શાહ વગેરેએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદી સાથે આણંદ જિલ્લાના તારાપુર તાલુકા રીઝા ગામની સીમમાં આવેલી 700 વીઘા જમીન સ્વામી નારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્વામી ખરીદવા માંગતા હોય જે સોદામાં મધ્યસ્થી તરીકે રહીને જે ફાયદો થાય તે સરખે ભાગે વહેંચી લેવાના બહાને જમીનમાં મુડીનું રોકાણ કરાવી તે રકમ મેળવ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપવા સુનિયોજીત કાવતરું રચ્યું હતુ.જેથી આરોપી સુરેશ ઘોરી તથા સુરેશ ભરવાડે 1.20 કરોડ તથા જે.કે.સ્વામી,સ્નેહલ,વિવેકભાઈ તથા દર્શન શાહે 50 હજાર મેળવીને જમીનના વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નહોતા. કે ચુકવવા પાત્ર રૃ.1.70 કરોડ પરત કર્યા નહોતા જેથી ફરિયાદીએ ઈકો સેલમાં અરજી કરતાં જે.ેસ્વામી પોતાના નિવેદન લખાવી ગયા બાદ ફરિયાદી સાથે સમાધાન કરવાની વાત કરી અંકલેશ્વર ગૌશાળા વાળા માધવપ્રિય સ્વામી દ્વારા ફોન કરાવીને મીટીંગ કરાવી હતી.જેમાં બાંહેધરી કરાર કર્યા બાદ કરાર મુજબ બાકીના 1.34 કરોડ બાકી નીકળતા હોવા છતાં ફરિયાદીને ન કરીને ઠગાઈ કરી હતી.
આ કેસમાં વરાછા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી સુરેશ ભરવાડે આગોતરા જામીન માંગ્યા હતા.જેના વિરોધમા સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડ વાલાએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ જમીન વેચાણ સંબંધી ઠગાઈ કર્યાનો પ્રથમ દર્શનીય કેસ છે.પોતની જમીન હોવાનો ડોળ કરીને પુર્વ આયોજિત ઠગાઈ કરી છે.અગાઉ હિંમાંશુ નામના વ્યક્તિ સાથે પણ ઠગાઈ કરી છે.આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન વગર તપાસ પર વિપરિત અસર પડે તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી સુરેશ ભરવાડના આગોતરા જામીનની માંગને નકારી કાઢીછે.કોર્ટે જણાવ્યું હતું કે કાવતરામાં કોણ કોણ સામેલ છે તેની તપાસ ચાલુ છે.ફરિયાદી પાસેથી આરોપીઓએ પુર્વ આયોજિત કાવતરું કરીને પૈસા પડાવ્યા છે જેથી પોલીસ કસ્ટડી જરૃરી છે.