સુરત : તમામ શાળાના વાલીઓ ફી માફીના મુદ્દાને લઈને DEO કચેરીએ આવેદનપત્ર આપ્યું

0
0

છેલ્લા ઘણા સમયથી સ્કૂલ ફીને લઈને વાલીઓ વિરોધ કરી રહ્યાં છે. હાઈકોર્ટે પણ હવે સ્કૂલ ફીનો મુદ્દો સરકાર પર છોડ્યો છે. ત્યારે આજે સુરતની તમામ ખાનગી શાળાના વાલીઓ દ્વારા DEO કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. 60થી 70 ટકા સ્કૂલ ફી માફ કરવાની માંગ સાથે રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બેનર લઈને પહોંચેલા વાલીઓ દ્વારા DEO કચેરીએ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વાલીઓ દ્વારા નારેબાજી કરીને ફી ઘટાડવાની માંગ કરવામાં આવી છે. વાલીઓની માંગ છે કે, હવે નિર્ણય સરકાર કરવાની હોવાથી રાજ્ય સરકારે વાલીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચત ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ. જેથી વાલીઓને ફીમાં રાહત મળી રહે અને સ્કૂલને પણ વાંધો ન આવે.

વાલીઓએ રજૂ કરેલા મુદ્દા

ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરન્ટસ વેલ્ફેર એસોસિએશનના નેજા હેઠળ તમામ વાલીઓ દ્વારા 60થી 70 ટકા સ્કૂલ ફી માફ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સ્કૂલનો ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની માંગ કરાઈ છે. છેલ્લા 3 વર્ષની 45 ટકા રિઝર્વ ફંડ સુરત FRCએ આપ્યા છે એ ફંડનો ઉપયોગ કરી વાલીઓને ફીમાં માફી આપવાની રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલ પ્રવેશ સમયે ડોનેશન લે છે એ ડોનેશન વાલીને પાછુ અપાવવાની પણ માંગ કરવામાં આવી છે.

શાળા અને વાલીને રાહત આપો

એક શાળાના વાલી ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, સ્કૂલ ફીમાં રાહત બન્ને પક્ષે મળે તો કોઈને વધુ સહન કરવાનું ન આવે. હાલ સ્થિતિ એવી છે કે, કોઈ સ્પષ્ટ નિર્ણય ન થયો હોવાથી બન્ને પક્ષે ડરનો માહોલ છે જેથી એ ઝડપથી ઉકેલ આવે તે જરૂરી છે. વાલીઓને રાહત મળે તેની સાથે સ્કૂલને પણ રાહત મળે તેમ કરવામાં આવે એ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here