આ કારણોથી આજના યુવાનોમાં ઘટી રહી છે સેક્સની ઈચ્છા

0
0

એક જમાનામાં ભારતના સમાજમાં સેક્સ વિશેની ચર્ચા કરવાને ટેબુ માનવામાં આવતું હતું. પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા નાના શહેરો કે મહાનગરોમાં સેક્સને ટેબુ માનવામાં આવતું નથી. આ તો ઠીક અપોઝિટ સેક્સ કે સેઈમ સેક્સને લઈને લોકોનો દૃષ્ટિકોણ પણ બદલાઈ રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતની યુવા પેઢીમાં સેક્સ પ્રત્યેનું આકર્ષણ તેમજ સેક્સનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે?

જી હા, એકતરફ ભારતની સોસાયટી સેક્સને લઈને જાગૃત થઈ છે તો બીજી તરફ ભારતની નવી પેઢી સેક્સથી વિમુખ થઈ રહી છે. એનું મુખ્ય કારણ છે સ્ક્રિન્સ. એટલે કે મોબાઈલ્સ. કારણ કે આજનો યુવાન મોટાભાગે તેના મોબાઈલ પર ચેટિંગ કે અન્ય સોશિયલ નેટર્વર્કિંગ સાઈટ્સ પર બિઝી રહે છે.

સરવેમાં ત્યાં સુધી જાણવા મળ્યું છે કે આજના યુવાન બેડરૂમમાં તેમના પાર્ટનર્સ સાથે એકલા હોય અને ઘણા દિવસથી બંનેએ સેક્સ ન કર્યું હોય તો પણ સેક્સ નથી કરતા અને પોતાના મોબાઈલમાં સર્ફિંગ અને બીજા મિત્રો સાથે ચેટિંગ કરતા રહે છે.

તો બીજા આંકડા એમ પણ આવ્યા કે ડેટિંગ એપ્સ પરથી મળતા લોકો પણ સેક્સ કરે જ એવું નથી હોતું. એમાંય મોટાભાગના લોકો એકબીજા સાથે ફ્રેન્ડશીપ કેળવે છે અને રિલેશનશીપમાં રહેવાનું પસંદ કરે છે. એની પાછળ સંશોધનકર્તાઓ આજના યુવાનની વ્યસ્તતા અને એકલતાને જવાબદાર માને છે, જે એકલતામાં તેઓ માત્ર કોઈકનો સહવાસ જ ઝંખે છે. તેઓ સેક્સ તરફ વધવાનું પસંદ કરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here