મણિપુરના બિષ્ણુપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના થયાના સમાચાર સામે આવ્યા નથી.
NCS અનુસાર, બુધવારે સાંજે મણિપુરમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર બાંકુરા જિલ્લાના બિષ્ણુપુર વિસ્તારમાં 40 કિલોમીટરની ઉંડાઈએ હતું. NCS મુજબ ભૂકંપ સાંજે 7.09 વાગ્યે આવ્યો હતો.
આ અંગે NCSએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર મણિપુરના કામજોંગ વિસ્તારમાં 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા સ્થાનિક લોકોએ અનુભવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભારત ધરતીકંપની રીતે સક્રિય વિસ્તારમાં સ્થિત છે.