Saturday, April 20, 2024
Homeવડોદરાવડોદરા : માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે મારી ટક્કર

વડોદરા : માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે મારી ટક્કર

- Advertisement -

માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે મારી ટક્કર
કારની ટક્કરે માતાનું નીપજ્યું મોત, પુત્ર થયો ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં. ત્યારે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્રને સારવાર હેઠળ રખાયો હતો. તો બીજી તરફ અકસ્માત સર્જી કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી. ત્યારે આ મામલે ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પુત્ર કનુભાઈ ગોવિંદભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં કનુભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ રાજેશ દિવ્યાંગ છે જે તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમારને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા. જેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ ગયા બાદ વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં માતા સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ મહિલા કાર છોડીને રવાના થઇ જતાં તેની કાર પોલીસ દ્વારા કબજે કરાઈ હતી. હવે કારની માલિકી કોની છે, તેની વિગતો RTOઓ પાસેથી મેળવીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular