Thursday, August 5, 2021
No menu items!
Homeસાબરકાંઠા : જિલ્લા કલેકટરશ્રીએ પોતાના સરકારી નિવાસ સ્થાનેથી પરીવાર સાથે યોગ દિનની...
Array

સાબરકાંઠા : જિલ્લા કલેકટરશ્રીએ પોતાના સરકારી નિવાસ સ્થાનેથી પરીવાર સાથે યોગ દિનની ઉજવણી કરી.

૨૧ જુન એટલે વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે શાળા,કોલેજો  અને વહીવટી તંત્ર પણ યોગ દિવસની ઉજવણી જાહેર કાર્યક્રમો થકી ઊજવણી કરે છે. પરંતુ હાલમાં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે તમામ લોકો પોતપોતાના ઘરમાં યોગ કરી પોતાની ફરજ નિભાવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ પોતાના હિમતનગર ખાતેના સરકારી નિવાસ સ્થાને પોતાનાં પરીવાર સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બાઈટ : સી.જે.પટેલ, કલેકટર,  સાબરકાંઠા જિલ્લા 
જીલ્લા કલેકટરે વધુમા જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી દૈનીક યોગ કરું છું અને યોગમાં એટલી તાકાત છે કે નિયમિત યોગ કરનારને બિમારી તેનાથી દુર ભાગે છે. વધુ જણાવ્યું હતું કે હાલ કોરોના નામની મહામારીથી બચવા યોગ રામબાણ ઉપાય છે. તે સાથે સવારે વહેલા ઊઠીને ઘરઘથ્થુ ઉપચાર કરવાથી કોઈ પણ બિમારી માણસના શરીર માં પ્રવેશ કરતી નથી. દેશના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ પણ નિયમિત દૈનિક યોગ કરે છે. અને વારંવાર પ્રજાને પણ યોગ કરવા માટે વારંવાર અપીલ કરે છે. યોગ ભારતને મળેલ અમુલ્ય ભેટ છે. ભારતના સંત મહાપુરુષો પણ યોગ કરતા આવ્યા છે. અને આવનારી દરેક પેઠી માટે યોગ લાભદાયી રહેશે.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments