જિલ્લા આરોગ્ય અધિકારીએ ખોટું નિવેદન આપી ખોટી કાર્યવાહી કરતો જવાબ રજૂ કર્યો

0
2

વાલોડ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 36 કર્મચારીઓ ગોવા ગયા હતા. આ અંગે રજા આપવાના મુદ્દે વિવાદ સર્જાતા ડીડીઓએ વાલોડ તાલુકા આરોગ્ય અધિકારીની બદલી કુકરમુંડા કરી દેતા નારાજ તાલુકા આરોગ્ય અધિકારીએ પત્ર લખી જાહેર હિતમાં બદલી અંગે કોરોના વોરિયર્સ પ્રમાણપત્ર કરવા બાબતે તથા જિલ્લા આરોગ્ય અધિકારીએ ખોટું નિવેદન આપી ખોટી કાર્યવાહી કરતો જવાબ રજૂ કર્યો છે.

વાલોડ તાલુકા આરોગ્ય અધિકારી પ્રણય પટેલે પત્ર દ્વારા 17.7.2021 ના રોજ થયેલી બદલી અંગે હકીકત જણાવતા જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખી જણાવ્યું હતું કે 7 જુલાઇના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બુહારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જમવા આવ્યા હતા, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બુહારીના ડો. તરલીકા ચૌધરી, ડોક્ટર જિગીષા પટેલ તથા આયુષ મેડીકલ ઓફિસર દ્વારા વાલોડ તાલુકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ત્રણ દિવસ ગોવા જવાના છે તે અંગે જાણ કરી રજા માટે પરમિશન માંગી હતી.

ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રજાની મંજૂરી આપી આંતરિક વ્યવસ્થા કરી આરોગ્ય સેવા ખોરવાઈ નહીં તે અંગે તાલુકા હેલ્થ ઓફિસરને રજા રીપોર્ટ આપવા જણાવેલ, ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવેલ કે ત્રણ દિવસ માટે ગોવા ફરવા જાય છે તો બધું સંભાળી લેજે અને કર્મચારીઓના રજા રિપોર્ટ લઇ તમારી પાસે રાખી મુકજો ટેન્શન લેવાની જરૂર નથી. બધા એન્જોય કરી આરટીપીસીઆર રિપોર્ટ કરાવી આવવા જણાવેલ હતું. ત્યારબાદ 16 જુલાઇના રોજ જિલ્લા આરોગ્ય અધિકારીએ વાલોડ તાલુકાના કર્મચારીઓ ગોવા ગયા તે અંગે કોઇ જાણ નથી તેવો ખુલાસો કરેલ, તાલુકા આરોગ્ય અધિકારીનો કોઈ ખુલાસો લીધા વિના બદલી કરી દીધી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ડીડીઓને જાણ હોવા છતાં ખોટું નિવેદન આપી ગેરમાર્ગે દોર્યા છે. તેમના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગના ઠરાવ મુજબ તબીબી અધિકારી રજા તથા હેડ ક્વાર્ટર ન છોડવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પરવાનગી જરૂરી છે અને તબીબી અધિકારીની સી. એલ. રજા મેડિકલ રજા મંજૂર કરવાની સત્તા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પાસે છે તાલુકા હેલ્થ ઓફિસરને આ અંગેની કોઇ સત્તા નથી, જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ તબીબોને જવાની મંજૂરી આપી હોય તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી કઈ રીતે કહી શકાય અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આ ઘટના માટે જવાબદારી ન હોય એમ કઈ રીતે કહી શકાય.

ઓછા માર્ક આપવા બાબતે ફરિયાદ કર્યા બાદ હેરાન કરાય છે
પ્રણય પટેલે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ગત વર્ષે સી.આર.ખાનગી અહેવાલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઓછા માર્ક આપવા માટે મુખ્યમંત્રી, કલેકટર, ડીડીઓને ફરિયાદ કરી હતી. ત્યારથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગમે તે રીતે મેડિકલ ઓફિસરને ખોટી રીતે હેરાન કરતા હતા, ઉપરોક્ત તેમની બદલી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી છે અને આજદિન સુધી તાલુકા આરોગ્ય અધિકારી વિરુદ્ધ ફરિયાદ થયેલ હોય તો તે અંગે લેખિતમાં નોટિસ કેમ ન આપી તે અંગે પણ દાવો કર્યો છે. આ અંગે પોતે લેખિતમાં જણાવ્યું છે કે તેમને સામે જે અન્યાય થયો છે જેથી કોરોના વોરિયર્સનો સન્માન કરું છું અને તપાસ કરી ન્યાય પૂર્ણ નિર્ણય કરવા પ્રણય પટેલે ડીડીઓને પત્ર દ્વારા જાણ કરી છે.

PHC ડોક્ટરને રજા આપી હતી
સીડીએચઓ હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે બુહારી પીએચસીના ડોક્ટર તરલીકાબેને મને પૂછતા તેમને 2 રજા આપી હતી. આ સિવાયના કોઈપણ મેડિકલ ઓફિસર કે કર્મચારીઓએ મને ગોવા જવા અંગે રજા માગી ન હતી. કલમકુઈ પી. એચ. સી ખાતે તેઓ ગયા હતા. ત્યારે તેમને 36 વ્યક્તિઓ ગોવા ગયા હોવાની જાણ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here