દહેગામ તાલુકાની હાલીસાની જીલ્લા સીટ ખૂબ જ ચર્ચાસ્પદ બની, 18 ગામના ક્ષત્રિય આગેવાનો ભેગા થયા હતા

0
18

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની હાલીસાની જીલ્લા સીટ ખૂબ જ ચર્ચાસ્પદ બની જવા પામી છે, અને ત્રિકોણીયો જંગ ખેલાશે. આ વિસ્તારની હાલીસા સીટ માટે 18 ગામના ક્ષત્રિય આગેવાનો ભેગા થયા હતા અને આ સીટ ઉપર ક્ષત્રિય સમાજનો દબદબો હોવાથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓની રજૂઆત હતી. પરંતુ કોંગ્રેસ અને ભાજપ પક્ષ તરફથી ક્ષત્રિય સમાજને અન્યાય થતા ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી હતી.

18 ગામોના આગેવાનો અને કાર્યકર્તાઓ ભેગા મળીને ‘સૌના સાથ અને સૌનો સહકાર’થી દહેગામ અંગૂઠા ગામના વતની પ્રતાપસિંહ બી. ઝાલાને જિલ્લા સીટની અપક્ષ ઉમેદવારી કરાવવામાં આવી હતી. આ ક્ષત્રિય સમાજના આગેવાનો ભારે રસ લઈને અપક્ષ ઉમેદવારને જીતાડવા માટે તનતોડ પરિશ્રમ કર્યા છે. તેના માટે આજે દહેગામ તાલુકાના અંગૂઠા ગામે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્ષત્રિય સમાજની જાહેર સભામાં ત્રણ હજારથી વધુ જનમેદની ઉમટી પડી હતી.

તેમના સાથ-સહકારમાં જિલ્લા સીટના પક્ષના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે સૌ સાથ આપીને ઉમેદવાર ‘તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના નારા સાથે આજે આ ક્ષત્રિય સમાજના વિશાળ સંમેલનમાં જનતામાં ભારે ખુશી સાથે અપક્ષ ઉમેદવારને જીતાડવા માટે જનતામાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો. આજના પ્રસંગે 18 ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવકો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા તેથી ક્ષત્રિય સમાજની આજની બેઠકમાં ભારે જનમેદની સાથે સભાનું સમાપન થવા પામ્યું હતું.

 

અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here