Friday, March 29, 2024
Homeજૂનાગઢ : જે વિસ્તારમાંથી સિંહણ પકડાઈ હતી ત્યાંથી મળી આવેલા...
Array

જૂનાગઢ : જે વિસ્તારમાંથી સિંહણ પકડાઈ હતી ત્યાંથી મળી આવેલા સિંહબાળ તેના ન હોવાનું ડીએનએ રિપોર્ટમાં ખુલાસો

- Advertisement -

ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવેલ વિરપુર શેખવા ગામમાં સિંહણ દ્વારા ગત તા.8-9-20 ના રોજ માનવ મૃત્યુના બનાવ બાદ આ સિંહણ અને સિંહને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત તા.23-9-20 ના રોજ એ જ ગામની સીમમાંથી સિંહના ત્રણ બચ્ચા મળી આવ્યા હતા. આથી આ બચ્ચાના માતા સાથેના મિલનના પ્રયત્નો કરાવવામાં આવેલ પરંતુ સિંહણ આવી ન હતી. આથી ત્રણેય બચ્ચાને સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવ્યા હતા. આ સિંહણ અને ત્રણ બચ્ચાના હૈદરાબાદ ખાતે ડીએનએ ટેસ્ટ કરાવતા મેચ ન થતા આ બચ્ચા તે સિંહણના ન હોવાનું પુરવાર થયું છે.

 

 

ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જના કાર્યક્ષેત્રના વિસ્તારમાં આવેલ વિરપુર શેખવા ગામમાં સિંહણ દ્વારા ગત તા.8-9-20 ના રોજ માનવ મૃત્યુનો બનાવ બન્યો હતો. ત્યારબાદ એક સિંહણ અને સિંહને પકડવામાં આવ્યા હતા. સિંહોને પકડવાની કાર્યવાહી કરતા સ્થાનિક લોકો દ્વારા સિંહોની કોઇ રંજાડ નથી અને આ બનાવ અકસ્માતે બનેલ હોવાનું જણાવ્યું છે. ત્યારે ગત તા.23-9-20 ના રોજ એ જ ગામની સીમમાંથી 1 માસની વયના ત્રણ સિંહના બચ્ચા મળી આવ્યા હતા. આથી વેટરનરી ઓફિસર જામવાળા દ્વારા બચ્ચાની સ્વાસ્થય ચકાસણી કરી જરૂરી પ્રવાહી ખોરાક આપી રાત્રીના સમયે નાના પાંજરામાં રાખીને સિંહણ આ સ્થળે આવે તો બચ્ચા લઇને કુદરતી વિચરણ કરી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ આ જગ્યાએ બચ્ચાની માતા ન આવતા તા.30-9-20 ના રોજ ત્રણેય બચ્ચાઓને વધુ સારવાર અને માવજત માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા હતા.

 

ત્યારે સિંહ પ્રત્યે સંવેદનશીલ વહીવટના ભાગરૂપે વૈજ્ઞાનિક પુરાવા મેળવવા હૈદરાબાદ ખાતેની Lacones-ccmb સંસ્થાને બચ્ચાઓ અને મુક્ત કરેલી સિંહણના લોહીના નમુના લઇ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવેલ હતા. જે ટેસ્ટ રીપોર્ટમાં પણ આ વાત પુરવાર થઇ છે કે પકડાયેલ ત્રણેય બચ્ચા આ સિંહણના નથી. તેમ ગીર પશ્ચિમ વન વિભાગની યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular