બાળકીના પેટમાંથી અડધા કિલો વાળની સાથે જે નીકળ્યું તે જોઈને ડૉક્ટર પણ ચક્કર ખાઈ ગયા

0
58

તમિલનાડુના કોયમ્બતૂરમાં 13 વર્ષની એક બાળકીને વારંવાર પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ હવે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી તો ડૉક્ટર તે સમયે ચોંકી ગયા જ્યારે તેના પેટમાં અડધો કીલો વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ મળ્યા.

  • બાળકી પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ કરતી હતી
  • ડૉક્ટરોએ આ ઓપરેશન કર્યું તો તે ચોંકી ગયા હતા
  • પેટમાં માથાના વાળનું ગુંચળું હતું જેનું વજન અંદાજિત 500 ગ્રામ હતું

કોયમ્બતૂરમાં 7માં ધોરણમાં અભ્યાર કરતી એક બાળકીએ પોતાના પરિવારજનોને સતત પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ કરતી હતી, જ્યાર બાદ તેનો પરિવાર તેને હોસ્પિટલ લઇ ગયો.

કોયમ્બતૂરના વીજેએમ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટરોએ બાળકીની તાપસ કરી તો સ્કેનમાં સામે આવ્યું કે બાળકીના પેટમાં ગુંચળાવાળી કોઇ વસ્તુ છે જેના કારણે તેને સતત દુખાવો થઇ રહ્યો હતો. ડૉક્ટરોએ એન્ડોસ્કોપી દ્વારા તેને બહાર કાઢવાનો નિર્ણય કર્યો પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો.

ત્યારબાદ હોસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરોની ટીમે બાળકીના પેટના ઓપરેશન દ્વારા તે વસ્તુને કાઢવાનો નિર્ણય કર્યો. જ્યારે ડૉક્ટરોએ આ ઓપરેશન કર્યું તો તે ચોંકી ગયા હતા. કારણ કે માથાના વાળનું ગુંચળું હતું જેનું વજન અંદાજિત 500 ગ્રામ હતું.

એટલું જ નહીં ડૉક્ટરોએ બાળકીના પેટથી અડધો કિલો વાળ સિવાય શેમ્પૂના કેટલાક ખાલી પાઉચ પણ મળ્યા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર બાળકી પોતાના કોઇ નજીકના સંબંધીના ગુજરી જવાના કારણે શોકમાં હતી જેના કારણે તે વાળ અને શેમ્પૂના ખાલી પાઉચ ખાવા લાગી હતી જે તેના પેટમાં જમા થઇ ગયા હતા. હવે બાળકીની તકલીફ દૂર થઇ ગઇ અને તે ઝડપથી રિકવરી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here