રાજકોટ : ડોક્ટરે પ્લાઝમા ડોનેટ કરી જન્મદિવસની ઉજવણી કરી.

0
6

રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8 હજારને પાર પહોંચી ગઈ છે. ત્યારે રાજકોટના ડોક્ટર ધવલ ગોંસાઈએ કોરોના મુક્ત બન્યા બાદ આજે પ્લાઝમા ડોનેટ કરી જન્મદિવસની ઉજવણી કરી છે. ડો.ધવલ મૂળ તો કમળાપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છે. 11 દિવસ માટે તેમને સમરસ હોસ્ટેલમાં ડ્યૂટી આપવામાં આવી હતી. ડ્યૂટી પૂર્ણ થતાં તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. મહત્વનું છે કે હાલ રાજકોટ સિવિલમાં 300 જેટલા યુનિટનો પ્લાઝમા ઉપલબ્ધ છે.

કોરોના મુક્ત થયેલા લોકોને અપીલ કરૂ છું કે તમે પણ પ્લાઝમા ડોનેટ કરો- ડો. ધવલ

ડો. ધવલ ગોંસાઈની સિવિલમાં સારવાર દરમિયાન ખબર પડી કે તેમના ફેફસાં 25 ટકા ડેમેજ હતાં. તેમ છતાં ડોક્ટર ગોંસાઈએ કોરોનાને હરાવી હાલ તેમના શરીરમાં એન્ટી બોડી જનરેટ થતા તેમણે જન્મદિવસે અન્ય લોકોને મદદરૂપ થવાની લાગણી સાથે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યું છે. ડો.ધવલે જણાવ્યું હતું કે સમરસમાં આવતા દરેક પોઝિટિવ દર્દીઓને હું આત્મીયતા પૂર્વક આશ્વાસન આપતો કે તમે ચિંતા ન કરો તમે જલદી સાજા થઈને તમારા ઘરે પરત ફરશો. આ સાંભળીને તેઓ ખુશ થઈ જતા પણ જ્યારે મને કોરોના થયો, ત્યારે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની માનસિક પરિસ્થિતિને વધુ નજીકથી સમજી શક્યો, માટે મારા જન્મદિવસે પ્લાઝમા ડોનેટ કરી હું અન્ય સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યો છું. તો હું મારી જેમ કોરોના મુક્ત થયેલા અન્ય વ્યક્તિઓને અનુરોધ કરું છું કે તમે પણ પ્‍લાઝમા ડોનેટ કરો.

પ્લાઝમા ડોનર થકી અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના મુક્ત કરવામાં સફળ રહ્યાં- ડો. સવસાણી

ડો. ધવલે વધુમાં જણાવ્યું હતું કે પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે ? આ રીતે આપણે સૌ કોરોના સંક્રમિત વ્યક્તિ અને આરોગ્ય તંત્ર બન્નેને મદદરૂપ થઈ આપણા સામાજિક ઉત્તરદાયિત્વને નિભાવવા તત્પર થઈએ. સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત પેથોલોજીસ્ટ ડો.સિગ્મા સવસાણી પ્લાઝમા વિશે જણાવ્યું હતું કે હાલ સિવિલમાં પ્લાઝમા ડોનેશનની કામગીરી ખુબજ સારી રીતે ચાલે છે, અહીં પ્લાઝમા બેન્કમાં અમારી પાસે 300 જેટલા પ્લાઝમા યુનિટ ઉપલબ્ધ છે. અમે આભારી છીએ એ દરેક પ્લાઝમા ડોનરનો જેમના પ્લાઝમા થકી અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મહત્વનું છે કે ડો.ધવલે 13 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને હવે પ્લાઝમા ડોનેટ કરી કારોનાના સંક્રમણ કાળમાં લોકોને મદદરૂપ બન્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here