ચીન : 14 વર્ષથી ખાંસીની સમસ્યા ધરાવતી મહિલાના ફેફસાંમાંથી ડોક્ટરને 2 સેમી લાંબુ મરઘીનું હાડકું મળ્યું

0
7

બેઇજીંગ. ચીનમાં 14 વર્ષથી એક મહિલાને ઉધરસ મટતી નહોતી. વર્ષોથી  સામાન્ય ઉધરસ સમજીને દવાઓ લઇ રહી હતી. હોસ્પિટલમાં પણ તે તપાસ માટે ગઈ નહોતી. થોડા સમય પહેલાં આ મહિલા અન્ય એક બીમારીની સારવાર માટે હોસ્પિટલ પહોચી ત્યારે તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ખબર પડી કે તેના  ફેફસાંમાં એક મરઘીનું હાડકું ફસાયેલું છે. આ મહિલા 8 વર્ષની હતી તે સમયથી તેને ખાંસી આવી રહી હતી.

22 વર્ષીય મહિલાને બ્રોન્કિક્ટેસિસ બીમારી છે. શ્વાસનળી ડેમેજ થવાથી આ બીમારી થાય છે અને ઉધરસ દરમિયાન ચીકણું પ્રવાહી પણ નીકળે છે. મહિલા ઘણા સમયથી એન્ટિબાયોટિક્સ લેતી હતી. સારવાર માટે તેણે ઘણા બધા ડોક્ટર પણ બદલ્યા.

ડો. વેંગ જીયોન્ગને મહિલાના  ફેફસાંમાં હાડકું ફસાયું હોય તે ખબર પડી હતી. 30 મિનિટની સર્જરી બાદ ડોક્ટરે 2 સેમી લાંબુ હાડકું કાઢ્યું છે. ડોક્ટર અને દર્દી બંને આ હાડકું જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ડોક્ટરે કહ્યું કે, બાળપણમાં નોનવેજ ખાતી વખતે શ્વાસ લેવા પર તે  ફેફસાં સુધી પહોચી ગયું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here