સુરત : સિટીલાઇટમાં કોવિડના દર્દીઓના વિઝિટ ચાર્જના 1 લાખના પેમેન્ટ મુદ્દે ડોક્ટરને પાઇપથી ફટકારાયો.

0
7

ન્યુ સિટીલાઇટ રોડની રત્નદીપ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર માટે વિઝિટે જતા એક ડોકટરને હોસ્પિટલના જ ડોકટર સહિત મેનેજમેન્ટના ચાર લોકોએ લોખંડના પાઇપથી મારમાર્યો છે. વિઝીટીંગ ચાર્જના બાકી નિકળતાં 1 લાખ લેવા ડોક્ટર હોસ્પિટલમાં ગયા હતા ત્યાં જ પેમેન્ટના મુદ્દે તકરાર થતાં ડોકટરને ફટકાર્યો હતો.

વેસુમાં આગમ હેરીટેઝમાં રહેતા એમડી ચેસ્ટ ફીજીશીયન ડો.દીપ સંજીવની હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરે છે. જુન-જુલાઇમાં તેઓ રત્નદીપ હોસ્પિટલમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે વિઝિટે જતા હતા. જ્યાં વિઝિટ ચાર્જના 2.13 લાખ ડો.દીપે લેવાના નિકળતા હતા. જેમાંથી તેમને અડધા રૂપિયા ચુકવી દીધા હતા. જ્યારે બાકીના 1.13 લાખ માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા.

દરમ્યાન બાકી પૈસા મુદ્દે સોમવારે ડો.દીપને હોસ્પિટલમાં બોલાવાયો હતો.જ્યાં તેમને 1 લાખનો ચેક આપીને હવે નાણા લેવાના નિકળતા નથી તેવા લખાણવાળા કાગળ પર સાઇન કરાવી લીધી હતી. ત્યારબાદ અચાનક જ પંકજ રાજે નીચે પડેલા પડદાની લોખંડની પાઇપ ઉંચકી ડો.દીપ પર હુમલો કર્યો હતો. આ અંગેે ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના ડો.રવિરાજસિંહ, પંકજરાજ, રજનીકાંત રાજ, જયરાજ સામે ગુન્હો દાખલ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here