Sunday, January 23, 2022
Homeઅમદાવાદ : HIV પોઝિટીવ દર્દીનું કાઉન્સેલિંગ કરતી ડોક્ટર પોતે પોઝિટીવ થઈ, પરિવારના...
Array

અમદાવાદ : HIV પોઝિટીવ દર્દીનું કાઉન્સેલિંગ કરતી ડોક્ટર પોતે પોઝિટીવ થઈ, પરિવારના સપોર્ટથી સ્વસ્થ થઈ ફરી ફરજ પર જોડાઈ

અમદાવાદ. હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી અને હોમ કોરન્ટાઈન કરાયેલા તેમના પરિવારના સભ્યોને “બધુ જ સારું થઈ જશે” આ શબ્દો તેમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેવું કાઉન્સેલર ઝંખનાબેન શાહ જણાવે છે.

The doctor who counseled the HIV positive patient became positive himself, recovered from the support of the family and returned to duty.

અમદાવાદ સિવિલ ખાતે આવેલા એઆરટી સેન્ટરમાં છેલ્લા 14 વર્ષથી ઝંખનાબેન શાહ HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી બખૂબી રીતે નિભાવી રહ્યા છે.

હું સિવિલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ: ડોક્ટર

ઝંખનાબેન કહે છે કે, એચઆઈવી પોઝિટીવ થયેલાં દર્દીનું કાઉન્સેલિંગ કરતાં હું પોઝિટીવ થઈ હતી. મને કોરોનાનાં લક્ષણો જણાતાં ટેસ્ટ કઢાવતાં રીપોર્ટ પોઝિટીવ આવ્યો. ત્યારબાદ હું સિવિલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ. હોસ્પિટલમાં ડૉક્ટર્સ, પેરા-મેડીકલ અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવે છે.

મારા મિત્રો તેમજ પરિવાર સાથે વાતચીત કરતા હિમ્મત મળી: ડોક્ટર

કોરોના વોર્ડમાં દર્દી દાખલ હોય ત્યારે દર્દીની સાથે-સાથે તેના પરિવારને માનસિક હુંફની તાતી જરૂરિયાત હોય છે. હું હોસ્પિટલમાંથી મારા પરિવારને ટેલિફોનિક વાતચીત તેમજ વીડિયો કોલ કરીને હુંફ પૂરી પાડતી હતી. મારા મિત્રોને પણ હું ફોન કરીને કહેતી કે તમે મારા ઘરે ના જઈ શકો તો કંઈ નહિ પરંતુ તમે મારા પરિવારના સદસ્યોને ફોન કરીને સહકાર આપજો એવું ઝંખનાબહેન જણાવે છે.

હકારાત્મક વાતાવરણથી કોરોના વોરિયર્સનો જુસ્સો બમણો થશે

ઝંખનાબેન સૌ નાગરિકો સંદેશો આપતાં જણાવે છે કે, તમારી આસપાસ જો કોઈ કોરોના વોરિયર્સ હોય અને તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય તેવા સંજોગોમાં તેમના પરિવારને સહયોગ કરજો અને તેમના પરિવારને પૂછજો કે કંઈ કામ હોય તો કહેજો અમે તમારી સાથે છીએ. આ પ્રકારનું હકારાત્મક વાતાવરણ ઉભું થાય તે જરૂરી છે. હકારાત્મક વાતાવરણથી કોરોના વોરિયર્સનો જુસ્સો બમણો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular