ડાકોર મંદિરના કપાટ ભક્તો માટે આવતીકાલથી ખુલશે, દર્શન કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે

0
25

ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેમણે જ મંદિરમાં પ્રવેશ અપાશે

રાજ્યમાં કોરોના મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાય મંદિર કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ હતા. પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. જો કે, સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન નહિં મળે તેવી જાહેરાત કરવામ આવી હોવાની વાત સામે આવી રહી છે. રાજ્યના ભાવિક ભક્તોએ ઓન લાઇન બુકીંગ કરાવવું પડશે. ઓન લાઇન બુકીંગ બાદ ઇ-ટોકન હશે તો જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

મંદિર તંત્ર દ્વારા ખાસ ભક્તો માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેજ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

યાત્રાધામ ડાકોરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે દર્શનાર્થીઓ માટે ડાકોરના રણછોડરાય મંદિર 20 જુલાઇથી અનશ્ચિત સમયગાળા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ડાકોરમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસ પૈકીના ચાર કેસ મુખ્ય મંદિરથી 150 મીટરના વિસ્તારમાં જ છે. આ સ્થિતિને પગલે ટેમ્પલ કમિટિ દ્વારા 20 જુલાઇથી મંદિરમાં પ્રવેશબંધી કરવામાં આવી હતી. જોકે, હવે લાંબા સમય બાદ આવતીકાલે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરના કપાટ ખુલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here