સુરત : હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ડેલિગેશને GST ઘટાડવા નાણામંત્રીને કરી રજૂઆત

0
44

સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે મંદી વધી રહી છે. મંદીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગના વેપારીઓ કેન્દ્ર સરકારની શરણે પહોંચ્યા છે. હીરા ઉદ્યોગના ડેલિગેશને દિલ્લીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણને આ અંગે રજૂઆત કરી હતી.

આ દરમિયાન મંદીના અનેક કારણો વિશે ચર્ચા થઈ હતી. મુખ્ય કારણે લેબર પર 5 ટકા GST લાગૂ થતા વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. GST લગાવવામાં આવતા વર્કિંગ કેપિટલ બ્લોક થઈ છે.

GST ઘટાડવા અને વર્કિંગ કેપિટલ પરત કરવાની ડેલિગેશને માગ કરી છે. આ બેઠકમાં ડેલિગેશનને નિર્મલા સિતારામણે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. નિર્મલા સિતારામણે અધિકારીઓ સાથે ચર્ચા કરીને સુઝાવ પણ માગ્યા હતા. હાલમાં જ્યારે દેશમાં મંદી જોવા મળી રહી છે ત્યારે તેની અસર સુરતના હીરા ઉદ્યોગમાં પણ નજરે પડી રહી છે. હીરા ઉદ્યોગના હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં જાણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જો કે હીરા ઉદ્યોગમાં મંદીનો માર સહન કરી રહેલા વેપારીઓ હાલ કેન્દ્ર સરકારના દ્વારે પહોંચ્યા છે. હીરા ઉદ્યોગના ડેલીગેશન દિલ્હી પહોંચ્યું છે. ડેલીગેશને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ સાથે હીરા ઉદ્યોગમાં વધી રહેલી મંદી અંગે રજૂઆત કરી હતી.

જો કે હીરા ઉદ્યોગમાં મંદીનું મુખ્ય કારણ લેબર પર લાગૂ કરવામાં આવેલા 5 ટકા હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. જેના કારણે આ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટી લાગુ થઇ જતાં વર્કિંગ કેપિટલ બ્લોક થઇ છે.

દિલ્હી ખાતે પહોંચેલા હીરા ઉદ્યોગના ડેલિગેશને જીએસટી ઘટાડવા તેમજ વર્કિંગ કેપિટલ પરત કરવાની માગ કરી છે. જો કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઉકેલ લાવવાની ખતારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here