ધ્રોલ : ધ્રાંગા ગામના પાટીયા પાસે ડ્રાઇવરને ઝોકું આવી જતા ઇકો ઉંડ-1 ડેમની કેનાલમાં ખાબકી, ચારના મોત, એકને ઇજા

0
17

જામનગર: ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-1 ડેમની કેનાલ પસાર થઇ રહી છે. આજે વહેલી સવારે ઇકો કારના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી કેનાલમાં ખાબકી હતી. જેમાં ચારના મોત અને એકને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને લઇને ગામના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી છે. કારમાં સવાર તમામ લોકો જામજોધપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જો કે હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથઈ એટલે ખાલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here