રાજકોટ : ગોંડલના ભુણાવા ચોકડી પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ, 13ને ઈજા

0
9

રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક ભુણાવા ચોકડી પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં 12થી 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તમામની સારવાર ચાલુ છે.

5ને ગંભીર ઈજા થતાં રાજકોટ ખસેડાયા

ઘટનાની વિગત અનુસાર આજે સવારે ગોંડલના ભુણાવા ચોકડી પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકો સહિત 12થી 13 લોકોને ઈજા પહોંચતા ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાથી 5 લોકોને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.