સુરત : ભટાર ચાર રસ્તા પાસે મર્સિડીઝ કારના ચાલકે 5 જણાને અડફેટે લીધા : એક નું મોત.

0
7

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણાને અડફેટે લીધા હતા. જેમાંથી એકનું મોત થયું છે. મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનો મોતથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સંયુક્તમાં રહેતો નિર્મલ પરિવારમાં એકલા હાથે ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારૂં થઈ ગયું છે. જ્યારે 2 પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

કાર પોલ સાથે અથડાતા ભુક્કો બોલી ગયો.
કાર પોલ સાથે અથડાતા ભુક્કો બોલી ગયો.

 

મૃતક એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો

મૂળ યુપીનો મૃતક નિર્મલ સુરતમાં છેલ્લા 18 વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતો હતો. ચારભાઈઓમાં મોટો ભાઈ હતો. નિર્મલને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બે મહિના પહેલા જ નાના ભાઈની પત્નીનું મૃત્યુ થયું હતું. જેનું 13મુ કરી એક મહિના પહેલા સુરત આવ્યા હતા. નિર્મલ ડ્રાઈવિંગ કરી એકલા હાથે આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમાઉ દીકરાના મોત બાદ આખું પરિવાર નોંધારૂ બન્યું છે.

આટોરિક્ષાને પણ કારે અડફેટે લીધી હતી.
આટોરિક્ષાને પણ કારે અડફેટે લીધી હતી.

 

સાઇકલ, બાઈક અને ઓટોરિક્ષાને અડફેટે લીધી, કારને ટક્કર મારી

મોડી રાતે ઉઘના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઈવરે એક સાઇકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને અડફેટે લીધી અને કારને ટક્કર મારી હતી. કારની અડફેટે ચડેલા સાઇકલસવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ મર્સિડિઝના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક સાઇકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને અડફેટે લીધી અને કારને ટક્કર મારી હતી.
એક સાઇકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને અડફેટે લીધી અને કારને ટક્કર મારી હતી.

 

કારને ટક્કર મારી તેના ચાલકને બોનેટ પર બ્રેડલાઇનર સર્કલ સુધી લઈ ગયો

સોમવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં મર્સિડીઝ કારના ચાલકે ઉધના મગદલ્લા રોડ પર પહેલા દંપતીને ઉડાવ્યા, જેને કારણે ટોળાં ભેગાં થતાં ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતાં તેના ઉપરથી કાર ચઢાવી દેતાં ચાલક ઊછળીને બોનેટ પર પડયો હતો. બોનેટ લઈને મર્સિડીઝ કારનો ચાલક બ્રેડલાઇનર સર્કલ સુધી ભાગ્યો ગયો હતો. જ્યાં તૈનાત ટીઆરબી જવાનો પાછળ દોડતાં બોનેટ પરથી યુવક નીચે ફેંકાયો હતો.

સાઈકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું.
સાઈકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું.

મર્સિડીઝ પોલ સાથે અથડાવતા ભુક્કો થતાં ત્યાં મૂકી ચાલક ભાગી ગયો

મર્સિડીઝ કારના ચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવાચાલક દર્શન વટાણી(30)(રહે,પાર્લે પોઇન્ટ) અને રિક્ષાચાલક અમૂલ કાન્ડે(રહે,બમરોલી)ને અડફટે લીધા બાદ સાઇકલસવાર નિર્મલ રામઘની યાદવ(32)(રહે,ગણેશકૃપા સોસા,પનાસ)ને અડફટે લેતાં તેનું મોત થયું હતું. ચાલકે એક પોલ સાથે અથડાવતાં મર્સિડીઝનો ભુક્કો થતાં એ ત્યાં મૂકી ચાલક ભાગ્યો હતો. આરોપી સુરતમાં તે યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરે છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here