સુરત : બાઈક સવાર લેબર કોન્ટ્રાક્ટરને કાર ચાલકે અડફેટે લીધો, ઘટના સીસીટીવીમાં કેદ

0
19

સુરતઃ સરથાણા સ્વાગત BRTS રોડ નજીક બાઇક સવાર લેબર કોન્ટ્રાક્ટરને અડફેટે લઈ ભાગી ગયેલી કાર CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત બુધવારની સાંજે થયેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્ત કનુભાઈ કથીરિયાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જોકે, ઘટનાના 48 કલાક બાદ પણ સરથાણા પોલીસના હાથે હિટ એન્ડ રન કેસનો કાર ચાલક હાથ ન લાગતા કથીરિયા પરિવારે પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

ગલીમાંથી પૂરપાટ આવેલી કારે અડફેટે લીધા હતા

મૂળ અમરેલીના અને સરથાણા ખાતે આવેલી મેરી ગોલ્ડ રેસીડેન્સીમાં રહેતા કનુભાઈ બચુભાઇ કથીરિયા લેબર કોન્ટ્રાક્ટર છે. 11મીની સાંજે 4:30 વાગ્યે શ્યામ મંદિર સ્વાગત BRTS રોડ નજીકથી બાઇક પર કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ગલીમાંથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર (GJ-05-CQ-7103) ના ચાલકે કનુભાઈને બાઇક સાથે અડફેટે ચડાવી ભાગી ગયો હતો.

હાથ-પગ તેમજ પાસળીમાં ફ્રેક્ચર થયું

ઘટનાની જાણ બાદ લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને માથા અને હાથ-પગ તેમજ પાસળીમાં ફ્રેક્ચર સાથે કનુભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તમામ પ્રાથમિક રિપોર્ટ બાદ ગંભીર ઇજાઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આખી ઘટના નજીક CCTVમાં કેદ થઈ જતા કાર ચાલકનો નંબર બહાર આવી ગયો હતો. પરંતુ 48 કલાક બાદ પણ કાર ચાલક પોલીસ પકડમાં ન આવતા કથીરિયા પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. હાલ કનુભાઈની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here