દહેગામ : એસ.ટી ડેપોના ડ્રાઈવરે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત.

0
166

દહેગામ તલોદ એસ.ટી બસના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા ત્રણ સંતાનના પિતાનું મોત.

 

  

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધનિયોલ થી ધારીસણા જવાના મુખ્ય માર્ગ ઉપર આજ રોજ દહેગામ ડેપોની દહેગામ-તલોદ બસના ચાલકે દહેગામ તરફથી આવી રહેલા બાઇક ને ટક્કર મારતા નાનજીભાઈ ઠાકોર આ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થવા પામ્યું હતું. અકસ્માત માં મૃત્યુ પામનાર ત્રણ સંતાનના પિતા હતા. તેમનું મોત થતા ધનિયોલ ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. બસ ચાલકની બેદરકારીથી આ બાઈક ચાલક નું મોત થતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. તો આ મૃતક પરિવારને સરકાર તરફથી કોઇ લાભ મળે એવી ઉગ્ર માંગ થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here