Tuesday, December 5, 2023
Homeગુજરાતપંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેથી ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે...

પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેથી ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે : હર્ષ સંઘવી

- Advertisement -

સુરત શહેરમાં વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો, સારોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતમાં સુરક્ષા વધતી જતી વસ્તી અને હદ વિસ્તરણને ધ્યાને લઈ સુરતમાં 34મું પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે. શહેરમાં વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે. સુરતના સારોલી વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત લોકોને મંચ પરથી સંબોધતા તેમણે ડ્રગ્સ મુદ્દે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજકાલ ચૂંટણીનો માહોલ છે. જો તમારે જોવાનું કે ગુજરાતની બહારના નેતાઓ કોઈ મંદિરના રસ્તે ચઢી જાય એટલે સમજી લેવાનું કે ગુજરાતની ચૂંટણી આવી ગઈ. આજકાલ બધા મંદિર જતા દેખાય છે. હું તમને ગેરંટી આપું છું કે, જાન્યુઆરી મહિના આ બધા લોકો મંદિરનો ફરી વિરોધ કરતા હશે. જાન્યુઆરીમાં ફરી એકવાર આ તમામ લોકો મંદિરનો વિરોધ કરતા નજરે પડશે, પરંતુ હાલ તો મંદિરે બધાએ જવું પડે છે, ભગવાનના શરણે બધાએ પડવું પડે છે. આ છે ગુજરાતની તાકાત. જે લોકો ગુજરાતના યુવાનોને અને ગુજરાતની ધરતીને બદનામ કરવા માંગે છે. આ દેશમાં ડ્રગ્સનું કેપિટલ રાજ્ય ક્યું ગણાય?, પંજાબમાં કોની સરકાર છે? તમે ક્યારેય સમાચારમાં પંજાબની પોલીસને ડ્રગ્સ માફિયાને પકડતા જોઈ? જ્યાં સુધી પંજાબ પોલીસ-પંજાબ સરકાર ગુજરાત પોલીસ જેવું સાહસિક કામ ના કરી શકે ત્યાં સુધી તેમને ગુજરાત પર બોલવાનો હક છે ખરી? આપણા ગુજરાતના નાગરિકને બદનામ કરવાનો હક છે ખરી?

પંજાબની અલગ-અલગ જેલોમાંથી 2 સૌથી મોટા નેટવર્ક ચાલી રહ્યા છે અમે આ અંગે તમામ માહિતી પંજાબ સરકારને મોકલી છે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પરથી સાબિત થઈ રહ્યુ છે આ લોકો ડ્રગ્સના માફિયાઓને છાવરવા માંગે છે અને ગુજરાત પોલીસને ડ્રગ્સ પકડવાના મામલે બદનામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular