પ્રાંતિજ : ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

0
51

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં ધુળેટી પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ રંગોથી લોકો એકબીજા ને રંગે રગતા જોવા મલ્યા હતાં.

ઠેરઠેર રંગોથી રંગાયેલા ચહેરા ઓ જોવા મલ્યા.
નાના થી લઇને મોટેરાઓએ પણ ધુળેટી રમ્યા.

ધુળેટી નો તહેવાર એટલે નાનાથી મોટા સોવકોઇ મનાવવા હોય છે અને એકબીજા ની ઉપર કલર ઉડાડીને ધુળેટી ની મજા લેતા હોય છે ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પણ પોલીસ જવાનો દ્વારા રંગોત્સવ ની મજા માણી હતી અને એકબીજા ને રંગોથી રંગીને પ્રેમ નો રંગ લગાવ્યો હતો તો એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટી ખાતે પણ સોસાયટી ના રહીશો દ્વારા ધૂળેટી ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સોસાયટી ના બાળકો યુવાનો દ્વારા સોસાયટી માં રંગો ની હોળી રમ્યા હતાં અને એક બીજાને વિવિધ રંગોથી રંગીને પાણી થી ભીજાવ્યા હતા તો સોસાયટી ની એક્તા નો રંગ પણ અહી જોવા મળ્યો હતો.

દર વર્ષે આવતા દરેક તહેવારો ની જેમ ધુળેટીનો તહેવાર ને પણ હરી મરી ને સાથે માણ્યો હતો તો પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો ગુજ્જર ની પોળ, ખોડીયાર કુવા, લાલ દરવાજા, તપોધન ફડી, દેસાઇની પોળ નાનીભાગોળ સહિત ના વિવિધ વિસ્તારોમાં પણ આજ ના દિવસે લોકો રંગો ના રંગે રંગાયા હતાં અને ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here