Friday, March 29, 2024
Homeદ્વારકાધીશ મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું
Array

દ્વારકાધીશ મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું

- Advertisement -

દ્વારકાધીશ મંદિરમાં જ્યારે ફાગણી પૂનમના ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. ત્યારે હોળીના રંગ ઉત્સવના પર્વમાં મોટી સંખ્યામાં પગપાળા યાત્રીઓ આવે છે. અને ભગવાન સાથે ભક્તો ફૂલડોલ ઉત્સવ ઉજવી ભક્તિ રંગમાં રંગાઈ જાય છે. જ્યારે આ વખતે ફૂલડોલ ઉત્સવ કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે તંત્ર દ્વારા દ્વારકા મંદિર ફૂલડોલ ઉત્સવ દરમિયાન ત્રણ દિવસ મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ફૂલડોલ ઉત્સવ સાદગીપૂર્વક પૂજારી પરિવાર અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વ્યવસ્થાપક સમિતિ ઉજવશે

મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા મંદિરમાં દર વખતે આવે છે. ત્યારે આ વખતે ભીડ ના થાય તે માટે ખાસ સુરક્ષા કરવામાં પણ આવી છે. જ્યારે દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં બે ડીવાયએસપી, ત્રણ પી.આઈ, દસ પી.એસ.આઈ સહિતના અઢીસો જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે. જેમાં સો પોલીસ જવાનો અને સો જેટલા ગ્રામ રક્ષક દળના જવાનો સુરક્ષા ફરજ પર હાજર રહેશે. આ ઉપરાંત મંદિર આસપાસ ભીડ ના થાય તે માટે બેરીકેટ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ સાદગીપૂર્વક પૂજારી પરિવાર અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વ્યવસ્થાપક સમિતિ ઉજવશે.

પોલીસ બહારથી પ્રવાસીઓને મંદિર બંધ હોવાથી પરત જવા અપીલ કરશે

તથા ચેકપોસ્ટ પર સુરક્ષા જવાનો વધારે મૂકીને બહારથી પ્રવાસીઓને મંદિર બંધ હોવાથી પરત જવા અપીલ કરશે. સાથે જ શહેરના મંદિર તરફના આંતરિક માર્ગો માટે ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે. ત્રણે દિવસ તહેવાર દરમિયાન મંદિર બંધ રહેતા ત્યારબાદના દિવસોમાં પણ વધુ સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા આવે તેવું અનુમાન છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ થોડા દિવસ સુધી દ્વારકામાં વધારી દેવામાં આવી છે.

ધ્વજા ચઢાવનારને માત્ર 10 વ્યક્તિની પરવાનગી

દ્વારકામાં આજથી ત્રણ દિવસ માટે મંદિર બંધ હોવા છતાં દરવર્ષની જેમ અનેક ભાવિકો ઉમટી પડ્યા છે. આવતીકાલે બપોરે 2:00થી 3:00 વાગ્યાના સમય દરમિયાન પુજારી દ્વારા ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી ભાવિકો માટે મંદિર બંધ રહેશે. પરંતુ દ્વારકાધીશને રોજ પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. માટે ધ્વજા ચઢાવનારને માત્ર 10 વ્યક્તિની પરવાનગી સાથે મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે. અને દર્શન કરવા દેવામાં આવશે.

ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી

જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોવાથી આ દર્શનનો લાભ જાહેર જનતા લઈ શકે તે માટે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર લાઈવ નિહાળી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular