નેપાળથી ન્યુયોર્ક સુધી રામમંદિરની ગુંજ

0
4

નવી દિલ્હી તા.6
અયોધ્યામાં ગઈકાલે રામમંદિર માટેના ભૂમિપૂજનની ગુંજન પુરી દુનિયામાં ફેલાઈ હતી, તેની ચર્ચા નેપાળથી લઈને ન્યુયોર્ક સુધી થઈ હતી. અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે રામમંદિરના વડાપ્રધાન મોદીના હસ્તે ભૂમિપૂજન સમારોહ નિમિતે સીતામૈયાના પિયર નેપાલ સ્થિત જનકપુરમાં પણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ઘેર ઘેર દીપ પ્રગટાવ્યા હતા,

જયારે ન્યુયોર્ક શહેરની મશહુર ઈમારત ટાઈમ્સ સ્કવેર પણ રામના રંગે રંગાઈ હતી. અહીં બિલબોર્ડ પણ રામમંદિરનું મોડલ અને ભગવાન શ્રીરામની તસ્વીર દર્શાવાઈ હતી.નેપાળમાં જનકપુર સ્થિત પ્રસિદ્ધ જાનકી મંદિરમાં અયોધ્યા ખાતે રામજન્મભૂમિ સ્થળે રામમંદિરના ભૂમિપૂજન-શિલાન્યાસ નિમિતે વિશેષ પૂજા-અર્ચના થઈ હતી અને સંપૂર્ણ મંદિર પરિસરને 11 હજાર દીપ પ્રાગટયથી સજાવવામાં આવ્યું હતું.

સાંજ થતા જ અહીં અલૌકીક નજારો સર્જાયો હતો. મઠ-મંદિરને ભગવા ધ્વજ અને રંગીન બલ્બથી સજાવવામાં આવ્યા હતા તો બીજી બાજુ અમેરિકામાં ન્યુયોર્ક સ્થિત ટાઈમ્સ સ્કવેર પર ભગવાન રામમંદિરનું મોડેલ અને તિરંગા દેખાયો હતો. ટાઈમ્સ સ્કવેરમાં આ ભવ્ય નજારાને જોઈને લોકોએ અહીં જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here