ફારુક અબ્દુલ્લાની 43 કરોડની હેરાફેરીના કેસમાં EDએ પૂછપરછ કરી

0
0

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાની EDએ પૈસાની હેરાફેરીના કેસમાં પૂછપરછ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ 2002થી 2011 વચ્ચે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ હતા ત્યારે તેમને રૂ. 43 કરોડનું અનુદાન મળ્યું હતું. ગયા વર્ષે પણ આ કેસમાં તેમની ચાર કલાકથી વધુ સમય પૂછપરછ કરાઈ હતી.

હકીકતમાં 2002થી 2011 વચ્ચે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે જેકેસીને બીસીસીઆઈ તરફથી ગ્રાન્ટ મળી હતી. આ રકમમાં કેટલીક ગેરરીતિઓ બહાર આવી હતી. ઈડીની પૂછપરછ પછી નેશનલ કોન્ફરન્સે કહ્યું કે ભાજપ અમને રાજકીય રીતે જીતી ના શક્યો, એટલે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને અમને નિશાન બનાવી રહ્યો છે. નોંધનીય છે કે 2015માં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના એક આદેશ પછી ઈડીએ રાજ્ય પોલીસ પાસેથી આ કેસ પોતાના હાથમાં લઈ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here