અહમદ પટેલની પૂછપરછ : EDની ટીમ પટેલના ઘરે પહોંચી, સાંડેસરા ભાઈઓના ફ્રોડ કેસમાં 4 દિવસમાં બીજી વખત સવાલ-જવાબ

0
6

નવી દિલ્હી. સોનિયા ગાંધીના નજીકના ગણાતા અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની ટીમ આજે પૂછપરછ કરી રહી છે. વડોદરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર સાંડેસરા ભાઈઓના 5700 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં અહમદ પટેલની પુછપરછ થઈ રહી છે. આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યું છે.

પટેલે કહ્યું હતું- સરકાર તેની નિષ્ફળતા છુપાવી રહી છે

આ પહેલા શનિવારે પણ ઈડીની ટીમે પટેલના ઘરે જઈને તેમના નિવેદનો લીધા હતા. તેમને સાંડેસરા ભાઈઓ સાથેના સંબંધોને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. પુછપરછ પછી પટેલે ટ્વિટ કહ્યું હતું કે મારી પાસે છુપાવવા માટે કઈ જ નથી. મોદી સરકાર આર્થિક, સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાના સંકટના મુદ્દા પર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એજન્સીઓની મદદ લઈ રહી છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ગત વર્ષે સાંડેસરા ભાઈઓ સાથેના સંબંધો અંગે અહમદ પટેલના પુત્રની પૂછપરછ કરી હતી. સાંડેસરા ભાઈઓની વિરુદ્ધ સીબીઆઈએ 2017 બેન્ક ફ્રોડનો કેસ નોંધયો હતો. તેના આધારે ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધયો હતો.