પ્રાંતિજ એકસપરી મેન્ટલ શિક્ષણ સંકુલ માં શિક્ષણ પરિ સંવાદ યોજાયો

0
84

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ એકસપરી મેન્ટલ શિક્ષણ સંકુલ ખાતે આર્દશ સમાજ નિર્માણ અભિયાન અંતર્ગત શિક્ષણ પરિ સંવાદ યોજવામાં આવ્યો હતો  .

 

 

 

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ને વધુ સબળ તથા ગુણવંતા સભર બનાવવા માટે પ્રાંતિજ ખાતે આવેલ એકસપરી મેન્ટલ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષણ પરિ સંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો મંચસ્વવકતાઓ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો તો સાબરકાંઠા-અરવલ્લીજિલ્લા માંથી શિક્ષણ સમાજ ના તજજ્ઞ નિષ્ણાંતો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં તો પ્રાથમિક શિક્ષકો તથા શિક્ષિકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો આ સંસ્થા ના સંચાલક અને પ્રાંતિજ તાલુકા એજયુકેશન સોસાયટીના પ્રમુખ સી.કે.પટેલ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ ને આવકાર્યા હતા તો શિક્ષણ પરિ સંવાદ અંતર્ગત પૂર્વ સાંસદ ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણ , જાણીતા કેળવણીકાર શૈલેન્દ્ર ગુપ્તા , મનસુખ ભાઇ સલ્લા , કાર્યક્રમ ના સંયોજક નર્મદ ભાઇ ત્રિવેદી , સુરેશભાઈ સોની  , શિક્ષણ સંધ મંત્રી ગીરીશભાઈ પટેલ  , તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા ઉપસ્થિત રહ્યાં હતાં અને ગુજરાત સરકાર ના અભિયાન ને સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતાં .

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here