પાટણ : ગુજરાતમાં ચાલતું ગર્ભ સંસ્કારનું શિક્ષણ સમગ્ર દેશમાં શરૂ કરવું જોઈએ : આનંદીબેન

0
39

પાટણઃ ગુજરાતમાં પાટણથી પ્રવેશ પામેલા વિદ્યાભારતી ની ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજિત વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ સન્માન સમારોહ પાટણ યુનિવર્સિટીના કન્વેશન ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયમાં ધોરણ 10 અને 12 ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ જેમા ગુજરાત પ્રાંતના 11 વિદ્યાર્થીઓ 9 વિદ્યાલય અને 5 પૂર્વ છાત્રોનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા મહત્વનું કેન્દ્ર છે જન્મથી પહેલા નવ માસ અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ આ સમયને વેડફવું ન જોઇએ બાળકનો આઠ વર્ષનો સમય તેના વિકાસ માટેનો છે બાળક શાળાના શિક્ષકને આદર્શ માને છે શિક્ષકનો પ્રભાવ બાળક પર પડે છે.

માતા-પિતા કરતાં પણ પ્રા.શાળાના શિક્ષકને વિશેષ મહત્વ અપાય છે ગર્ભધારણ સંસ્કાર ખૂબ જરૂરી છે ગર્ભ સંસ્કાર ની શરૂઆત વિદ્યાભારતી થી થઈ છે ગુજરાતમાં ચાલતું ગર્ભ સંસ્કારનું શિક્ષણ સમગ્ર દેશમાં શરૂ કરવું જોઈએ છતીસગઢ યુનિવર્સિટી મધ્યપ્રદેશમાં શરૂ કરાયું છે નવી શિક્ષણ નીતિમાં ગર્ભ સંસ્કારના ચેપ્ટર દાખલ કરવા જોઈએ કોષૅ નારૂપમાં હોવું જોઈએ ભારતના શિક્ષણના મૂળિયા ઉખાડવાનું કામ અંગ્રેજોએ કર્યું છે.આ કાર્યક્રમમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મેહુલભાઈ શાહ કાન્તીભાઈ પટેલ નીતિનભાઈ તીર્થણી અપૂર્વભાઈ મણિયાર સુભાષભાઈ દવે રાકેશભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની યુનિ.ઓને આનંદીબેનનો સવાલ
આનંદીબેન પટેલે જણાવ્યું કે મધ્યપ્રદેશમાં 12000 ટીબી વાળા છોકરા છોકરીઓને દત્તક લેવડાવી 60 ટકા ને ટીબીમાંથી બહાર લાવી શકાયા અને ઉત્તર પ્રદેશમાં 4000 બાળકોને ટીબી મુક્ત કરવા દત્તક લેવડાવ્યા ત્યારે શું ગુજરાતની યુનિવર્સિટીઓ આ કામ કરી શકે તેવો તેમણે સવાલ કર્યો હતો વધુમાં જણાવ્યું કે યુપી અને એમપીમાં યુનિવર્સિટી 10 ગામ દત્તક લેવાના અને મહાવિદ્યાલયને 1 ગામ દત્તક લેવાનું અને તેમાં જેટલી પણ સમસ્યાઓ છે તે બધી દુર દૂર કરવાનો પ્રયત્ન કરવાનો મે આદેશ કર્યો છે અને તેનું પાલન કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here