ધ ઈકોનોમિસ્ટમાંથી : ફેક ન્યૂઝની અસર રૂઢિવાદીઓ પર વધુ, વેક્સીનના બહાને બિલ ગેટ્સે લોકોમાં ચિપ લગાવશે એ વાતને પણ સત્ય માની લીધી હતી

0
16

વોશિંગ્ટન. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફેબ્રુઆરીમાં કોવિડ-19 અંગે જાહેર ઈન્ફોડેમિક દુનિયામાં ફેક ન્યૂઝ કે ખોટી માહિતીનો પ્રથમ પ્રકોપ નથી. આવું અગાઉ પણ થતું રહ્યું છે. 14મી સદીમાં પ્લેગ અને તેની સારવાર અંગે જુઠ્ઠાં દાવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. અનેક ડૉક્ટરો અને લોકોના હવાલાથી એવો દાવો કરાયો હતો કે સીવરમાં નહાવા, જૂનું ગોળ ખાવા, શિરો પીવા અને આર્સેનિક ખાવાથી પ્લેગ મટી જાય છે. તેને અનેક લોકોએ સત્ય માની લીધું અને જીવ ગુમાવી બેઠાં. તે પણ એક પ્રકારે ફેક ન્યૂઝ જ હતા, જેવું વર્તમાન સમયમાં થાય છે.

14મી સદી અને 2020 વચ્ચે એક મોટું અંતર ઈન્ટરનેટ છે જે બકવાસ વાતોને ઝડપથી દુનિયાભરમાં ફેલાવી નાખે છે. ચોંકાવનારી વાત એ છે કે ફેક ન્યૂઝ ઉદારવાદીઓથી વધુ રૂઢિવાદીઓને પ્રભાવિત કરી રહ્યાં છે. તેનું ઉદાહરણ ઈરાનમાં જોવા મળ્યું. આલ્કોહોલ પીવાથી કોરોના મટી જવાની અફવા પર મિથેનોલ પી જનારા 700 લોકો મૃત્યુ પામી ગયા. અમેરિકામાં અનેક લોકો અને એટલું જ નહીં 44 ટકા રિપબ્લિકન એવું માની બેઠા કે માઈક્રોસોફ્ટના પ્રમુખ બિલ ગેટ્સ લોકોમાં ચિપ લગાવી દેશે. બ્રિટનમાં 5જીથી ચેપની અફવા ફેલાઈ તો 90થી વધુ ફોન ટાવર નષ્ટ કરાયા. ચાર ખંડના 28 દેશોમાં ગેલપ ઈન્ટરનેશનલની સ્ટડીમાં જાણ થઈ કે દુનિયાના 58 ટકા લોકોએ માની લીધું હતું કે કોરોના જાણીજોઈને ફેલાવાયો છે. પ્લેડેમિક નામની ફિલ્મની ક્લિપ, જેમાં લોકો મરતા દેખાતા હતા તેને પણ લોકોએ અસલી માની લીધી. તેને એક અઠવાડિયામાં 80 લાખ વ્યૂ મળ્યાં.

ટ્રમ્પ, ઝુકરબર્ગના દાવા ખોટા નીકળ્યાં
માર્ક ઝુકરબર્ગે બ્લીચથી કોરોના મટી જવાનોદાવો કર્યો હતો. ટ્રમ્પે કિટાણુનાશકના ઈન્જેક્શનથી સાજા થવાનો દાવો કર્યો હતો. બંને ખોટા સાબિત થયા.

સીવરમાં બેસવા, ગોળથી પ્લેગ મટી જવાની અફવા પણ ફેલાઈ હતી
ફેક ન્યૂઝનો જ એક સ્વરૂપ 14મી સદીમાં પ્લેગના સમયે જોવા મળ્યો હતો. તે સમયે આ મહામારીને ઠીક કરવા સંબંધિત અને અફવાઓ ફેલાઈ હતી. તેમાં સીવરના નહાવા કે બેસવા, જૂનો ગોળ કે તેનો શિરો ખાવા અને આર્સેનિક ખાવાથી પ્લેગ મટી જવાના દાવા કરાયા હતા. જોકે આ તમામ દાવા ખોટા સાબિત થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here