કચ્છ : આશાપુરા માતાજીના મંદિરે આઠમનો હવન, માતાજીના જયકારથી પરિસર ગુંજી ઉઠયું

0
53

કચ્છ જિલ્લામાં આવેલા આશાપુરી માતાજીના મઢ ખાતે સાતમા નોરતાની રાત્રીએ આઠમના હવનનું બીડુ હોમવામાં આવતાં મંદિર પરિસર માતાજીના જયજય કારથી ગુંજી ઉઠયું હતું.

ક્ચ્છના કુળદેવી અને પ્રસિદ્ધ તીર્થધામ માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા માતાના ધામમાં સાતમની મોડી રાત્રે આઠમના હવનમાં બીડું હોમવામાં આવ્યું. સાતમા નોરતે મોડી રાત્રે માતાજીનો હવન યોજવામાં આવ્યો. મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં પૂજન બાદ શાસ્ત્રોક્ત વિધિથી હવનનો આરંભ કરાયો. જેમાં માતાના મઢ જાગીરના અદયક્ષ અને મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે રાત્રે એક કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તોએ આશાપુરા માતાજીનો જય જયકાર બોલાવ્યો હતો.માતાજીના આશીર્વાદથી રાજ પરિવારના પ્રતિનિધિ પોતાના સાફાની ઝોળીમાં પતરીના ફૂલ ઝીલશે.માતા ના મઢમાં આઠમના દિવસે આશાપુરા માતાજીનો હવન મહત્વપૂર્ણ માનવામાં આવે છે..આસો નવરાત્રી દરમિયાન અત્યાર સુધીમાં લાખો માઇભક્તોએ માતાજીના ચરણોમા શીશ ઝુકાવી આર્શીવાદ મેળવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here