બનાસકાંઠા : અંબાજી મા નવરાત્રી ની આઠમ નો મહા યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો

0
170
યાત્રા ધામ અંબાજી મંદિર માં આજ રોજ આસો સુદ નવરાત્રી ની આઠમ નો મહા યજ્ઞ વર્ષો થી ચાલતી આવતી પરંપરા અનુસાર દાંતા સ્ટેટ ના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
યાત્રા ધામ અંબાજી મા આજે દાંતા સ્ટેટ ના રાજવી પરિવાર દ્વારા વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી અને તયાર બાદ આસો સુદ નવરાત્રી ની આઠમ ના દિવસે વિષેશ પુજા અને નવચંડી યજ્ઞ કરાવવામાં આવ્યો હતો નવરાત્રી ની આઠમ ના દિવસે વર્ષો થી ચાલતી આવતી પરંપરા અનુસાર રાજવી પરિવાર દ્વારા 850 સાલો થી માતાજી ની પૂજા વીધી અને નવચંડી યજ્ઞ કરાવવામાં આવે છે.
આજે પણ  આજ પરંપરા અનુસાર નવરાત્રી ના આઠમ ના દિવસે દાંતા સ્ટેટ રાજવી પરિવાર દ્વારા અંબાજી ના નીજ મંદિર માં સવારે માતાજી ના ચરણ ની પૂજા કરી પછી પાવડી પૂજા કરી હતી ત્યાર પછી  દાંતા સટેટ રજવાડા ના  મહારાજા સાહેબ શ્રી રિદરાજ સિંહ જી ના શુભ હાથો દ્વારા યજ્ઞ નો શુભારંભ કરવામાં આવ્યો હતો અને  સાંજે પહેલું નારીયલ રાજવી પરિવાર દ્વારા  હોમવામાં આવ્યુ હતુ અને ત્યાર બાદ આવેલ તમામ યાત્રાળુઓ એ યજ્ઞ માં નારીયલ હોમયુ હતુ અને યજ્ઞ ના દર્શન નો લાભ લીધો હતો
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here