વડોદરા : લોકડાઉન : કંટાળેલા પરિવારને રિફ્રેશ કરવા માટે વડીલ જાદુગર બન્યા,

0
17

વડોદરા. કોરોના વાઈરસની મહામારીને અટકાવવા માટે પીએમ મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે, ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા 21 દિવસથી ઘરમાં જ રહીને કંટાળેલા લોકો પરિવાર સાથે સમય પસાર કરવા માટે અવનવા નુસખા અપનાવે છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા શિવભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહ રાણાએ પણ પોતાના કંટાળેલા પરિવારને મનોરંજન મળી રહે અને રિફ્રેશ થાય તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. પરિવારનો કંટાળો દૂર કરવા માટે નરેન્દ્રસિંહ જાદુગર બની ગયા હતા અને પરિવાર સામે જાદુના અવનવા કરતબ રજૂ કર્યાં હતા.

હું પ્રોફેશનલ જાદુગર નથી, પણ પરિવારને ખુશ કરવા રાખવા મેજીક કર્યું

વડોદરા ગોરવા વિસ્તારમાં આવેલા શિવ ભક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહ રાણાએ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વિનાયક સિટી બસમાં મેનેજર છું. હું પ્રોફેશનલ જાદુગર નથી. મારા માટાભાઇ વિરભદ્રસિંહ રાણાને જાદુનો ભારે શોખ હતો. તેમની પાસેથી જાદુની કેટલીક ટ્રીક શિખ્યો હતો. અને કેટલીક ટ્રીક મે જાતે તૈયાર કરી હતી. લોકડાઉનમાં મારો પરિવાર કંટાળી ગયો હતો. જેથી મારા પરિવારનો ટાઇમ પાસ થાય અને મનોરંજન મળે તે માટે મે મારા હુનરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. મે પરિવાર સામે જાદુના કરતબ રજૂ કર્યાં હતા. મારો પરિવાર તેનાથી ખુશ થઇ ગયો હતો. જેથી મારો જ્યારે પરિવાર કંટાળે ત્યારે નવી નવી જાદુની ટ્રીકો રજૂ કરૂ છું. મને મારા પરિવારને ખુશ રાખવો ગમે છે.

પપ્પાએ અદભૂત જાદુ રજૂ કરીને અમને ચોંકાવી દીધા

નરેન્દ્રસિંહ રાણાના પુત્ર ક્રિષ્ના રાણાએ જણાવ્યું હતું કે, લોકડાઉન હોવાથી ઘરની બહાર નીકળી શકાય તેમ નથી. જેથી અમે ઘરમાં બેસી રહીને કંટાળી ગયા હતા. મારા પપ્પા જાદુ જાણે એ ખબર હતી પરતું તેઓએ અમારી સામે અદભૂત જાદુ રજૂ કરીને અમને ચોંકાવી દીધા હતા. વિવિધ જાદુ જોઇને અમારા આખા પરિવારને ખુબ જ મજા આવી હતી. મારા પપ્પા અમારા માટે જાદુગર બન્યા, જેથી અમને ખુબ જ ખુશી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here