Tuesday, March 25, 2025
HomeગુજરાતJAMNAGAR : લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ જામનગરના વડીલો બની રહ્યા છે પ્રેરણારૂપ

JAMNAGAR : લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ જામનગરના વડીલો બની રહ્યા છે પ્રેરણારૂપ

- Advertisement -

જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયોવૃદ્ધ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. આ વડીલ મતદારો લાકડી કે વ્હિલ ચેરના સહારે પણ મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

જામનગર જિલ્લાના કાલાવડ ખાતેના મતદાન મથકે આવા જ એક 92 વર્ષીય વયોવૃદ્ધ મહિલા નિર્મળાબેન વોરાએ વ્હિલ ચેરના સહારે મતદાન મથક સુધી પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો, અને મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
આમ, જામનગર જિલ્લામાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયસ્ક મતદારોએ પણ મતદાન કરવામાં જાગૃતી દર્શાવી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular