Monday, October 18, 2021
Homeદહેગામ : તાલુકા પંચાયતમા ચુંટાઈ આવતા તાલુકા પંચાયતા સદસ્યો (ડેલીકટો) શોભાના ગાંઠીયા...
Array

દહેગામ : તાલુકા પંચાયતમા ચુંટાઈ આવતા તાલુકા પંચાયતા સદસ્યો (ડેલીકટો) શોભાના ગાંઠીયા જેવા પુરવાર

તાલુકા પંચાયતમા ચુંટાઈ આવતા તાલુકા પંચાયતા સદસ્યો (ડેલીકટો) શોભાના ગાંઠીયા જેવા પુરવાર થાય છે સરકાર તરફથી કોઈ પગાર મળતો નથી અને જિલ્લા ડેલીકટ ગ્રાંટ આપે તો તે ગામોના વિકાસના કામો થાય નહી તો પોતાના ખીસ્સાના પૈસા કાઢીને પ્રજાની સેવા કરવી પડે છે.

ગુજરાતમા જે તે તાલુકા પંચાયત કચેરીમા ચુંટાઈ આવતા તાલુકા પંચાયતા સદસ્યો (ડેલીકટો) દીન પ્રતીદીન શોભાના ગાંઠીયા જેવા પુરવાર થઈ રહ્યા છે અને તેઓ પરોપકારી બની ગયા છે. પ્રજાની સેવા કરવા માટે ચુંટાઈ આવેલા આ ડેલીકટોના સરકાર તરફથી કોઈ પ્રકારનો પગાર કે કોઈ ભથ્થા આપવામા આવતા નથી. અને જેતે ગામમા ચુંટાઈ આવ્યા હોય તેજ ગામમા જો સરપંચ સાથે સારો સુમેળ હોય તો આ ડેલીકેટનુ ઉપજે નહીતર શીયાળ તાણે સેમ સમુ અને કુતરુ તાણે ગામ સમુ જેવી પરીસ્થિતીનુ નીર્માણ થાય છે.

તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યોને કોઈ સરકાર તરફથી ગ્રાંટ ફાળવવામા આવતી નથી તેથી જે તે વિસ્તારમા ચુંટાયા પછી તેમને જિલ્લા ડેલીકેટ કે ધારાસભ્ય પાસેથી ગ્રાંટ મેળવવાની હોય છે પરંતુ જો ધારાસભ્ય કે જિલ્લા ડેલીકેટ વિરોધ પક્ષમા હોય તો આ ડેલીકેટની સમસ્યાઓ વધી જવા પામે છે. ત્યારે બીજી બાજુ જે વિસ્તારમા ચુંટાયા હોય તે વિસ્તારમાંથી વિકાસના કામો ન થાય ત્યારે પ્રજા તેમની અવગણના કરતી હોય છે પરંતુ તેમા ડેલીકટની કોઈ કસુર હોતી નથી. અને બીજી બાજુ ગામમા સરકારી કોઇ પ્રસંગ હોય કે કાર્યક્રમ હોય ત્યારે જે તે ડેલીકેટને આગળ કરીને કામ કરાવવામા આવે ત્યારે ડેલીકેટોને પોતાની ઈજ્જત માટે ખીસ્સાના પૈસા કાઢીને પ્રસંગની ઉજવણી કરી લેવી પડે છે. પરંતુ તેરી બી ચુપ અને મેરી બી ચુપ જેવી પરીસ્થિતીનુ નીર્માણ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે તે વિસ્તારમા એક વખત તાલુકા પંચાયત સદસ્યમા ચુંટાયો તે ફરી ચુંટાવાનુ નામ લેતો નથી કારણ કે ચુંટણીમા ભારે ખર્ચાઓ કરી સદસ્ય બન્યા પછી તેના ખર્ચા પણ નીકળતા નથી અને સાહેબ બનીને પોતાના ખીસ્સા ખાલી કરવા પડે છે. તેના કરતા તો ગ્રામપંચાયતા સરપંચ બનવુ વધુ લોકો પસંદ કરે છે. તો ગુજરાત સરકારે જેતે તાલુકા પંચાયત કચેરીમા ચુંટાતા તાલુકા પંચાયત સદસ્યોને પોતાના ખર્ચા નીકળે તેટલો પગાર બાંધી આપવો જોઈએ નહીતર ડેલીકેટો નહી ઘરના કે ઘાટના બની જાય છે તો ગુજરાત સરકારે આ બાબતે વિચારીને સુચારુ આયોજન ગોઠવે તેવી રજુઆતોના દોર વધી જવા પામ્યા છે.

  • જેતે મત વિસ્તારમા ચુંટાઈ આવેલા તાલુકા પંચાયત ડેલીકટોને જો તેમના વિસ્તારમા સરપંચ અને જિલ્લાના ડેલીકટ વિરોધ પક્ષમા હોય તો આ ડેલીકટો ફક્ત અને ફક્ત શોભાના ગાંઠીયા જેવા પુરવાર થાય છે
  • તાલુકા પંચાયતના ચુંટાઈ આવેલા ડેલીકટોને વિકાસના કામો માટે અન્ય જિલ્લા ડેલીકટ અને ધારાસભ્યનો સહારો લેવો પડે છે
  • તો સરકારે તાલુકા પંચાયત ડેલીકટોની મોટી સત્તા આપી છે પરંતુ ડેલીકટોને ખીસ્સાના પૈસા કાઢીને પ્રજાની સેવા કરવી પડે છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments