Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝચૂંટણીપંચના એજન્ટે ભવાનીપુર રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ નોંધાવી

ચૂંટણીપંચના એજન્ટે ભવાનીપુર રિટર્નિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ નોંધાવી

તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે ભાજપે કરેલી ફરિયાદ નકારી કાઢી હતી કે મુખ્યપ્રધાન મમતા બેનરજી ભવાનીપુરની પેટાચૂંટણીમાં તેમની સામે નોંધાયેલી પાંચ પોલીસ ફરિયાદો અંગે જણાવવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે 30 સપ્ટેમ્બરે યોજાનારી ભવાનીપુરની પેટાચૂંટણી અંગે ઉમેદવારીપત્રક દાખલ કર્યુ હતું.

મમતા બેનરજીએ મુખ્યપ્રધાન પદે જળવાઈ રહેવું હોય તો પેટાચૂંટણીમાં વિજય મેળવવો જરુરી છે. મમતા બેનરજી નંદીગ્રામની ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગયા હતા. ભાજપની ઉમેદવાર પ્રિયંકા ટિબરવાલના ચૂંટણીપંચના એજન્ટે ભવાનીપુર રિટર્નિંગ ઓફિસર સમક્ષ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

તેમણે આ અંગે ત્રણ પ્રકાશનોને ટાંક્યા હતા જેમા તેના અંગેનો અહેવાલ છપાયો હતો. તેમનો દાવો હતો કે આ કેસ ભાજપ શાસિત આસામના પાંચ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે મમતા બેનરજીએ દાખલ કરેલા ઉમેદવારીપત્ર સામે તે આધારે વાંધો ઉઠાવ્યો હતો કે મમતા બેનરજી તેમની સામેના ફોજદારી કેસો અંગેની વિગતો જણાવવામાં નિષ્ફળ ગયા છે. આ માટે તેમણે ઓગસ્ટ ૨૦૧૮માં અગ્રણી અખબાર જૂથના અખબારમાં આવેલા અહેવાલને ટાંક્યો હતો જેમા આસામ પોલીસે તેમની સામે એનઆરસી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો હોવાનું કહેવાયું હતું.

આ કેસ ફાઇલ કરવામાં આવ્યો તેના દિવસો પહેલા બેનરજીએ આસામની એનઆરસી અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ભાજપના મતદાતા હશે તેનું નામ આ યાદીમાં હશે અને જે ભાજપના મતદાતા નહી હોય તેનું નામ આ યાદીમાં પણ નહી હોય.

તેણે ભાજપને તેના જ રાજ્યમાં આ પ્રકારની કવાયત કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આમ કરવામાં આવ્યું તો રક્તપાત થશે અને ગૃહયુદ્ધ છેડાશે. તેણે કહ્યું હતું કે દેશમાં લોકશાહી જેવું કંઈ છે જ નહી અને મને તેનો કોઈ ડર નથી. તેઓ મારી સામે લાખો એફઆઇઆર નોંધી શકે છે. મને તેની પરવા નથી.

એપ્રિલ-મેમાં બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેમા તેમની સામે આ જ પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી. ભાજપની આક્રમક ઇલેક્શન મશીનરી સામે તૃણમૂલ કોંગ્રેસે શાનદાર વિજય મેળવ્યો હતો. પણ મમતા પોતે નંદીગ્રામાં એક સમયે તેના જ ભૂતપૂર્વ સહયોગી સુવેન્દુ અધિકારી સામે હારી ગઈ હતી. તેના લીધે હવે તેના માટે નવેમ્બર પહેલા ચૂંટાવવું જરુરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments