ચૂંટણી પંચે જુદાં-જુદાં રિપોર્ટના આધારે નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે મમતા બેનર્જી પર હુમલો નથી થયો

0
2

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગમાં લાગેલી ઈજા પર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. ચૂંટણી પંચે જુદાં-જુદાં રિપોર્ટના આધારે એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે મમતા બેનર્જી પર કોઈ હુમલો નથી થયો, તેના કોઈ પુરાવા નથી મળ્યા. એટલે કે મમતાના પગમાં જે ઈજા પહોંચી હતી તે એક અકસ્માત હતો.

મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થવાના કિસ્સામાં રાજ્યન મુખ્ય સચિન અલાપન બંદોપાધ્યાય, વિશેષ પોલીસ સુપર્વાઈઝર વિવેક દુબે અને વિશેષ સુપર્વાઈઝર અજય નાયકના અહેવાલ પર ચૂંટણી પંચે એ નિર્ણય લીધો છે. શનિવારે જ ઘટનાનો વિસ્તૃત અહેવાલ આયોગને સોંપવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચને શનિવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવનો નવો અને વિસ્તૃત અહેવાસ મળ્યો. તેના થોડા કલાકો પહેલા જ વિશેષ પોલીસ સુપરર્વાઈઝરનો રિપોર્ટ મળ્યો હતો. આજે બપોરે તેના પર મિટિંગ બોલાવવામાં આવી અને મામલે વિસ્તારથી ચર્ચા બાદ ચૂંટણી પંચે જણાવ્યું કે મમતા પર હુમલાના પુરાવા નથી મળ્યા.

જુદાં-જુદાં રિપોર્ટ પર મંથન બાદ ચૂંટણી પંચએ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે મમતા બેનર્જીને જે ઈજા થઈ છે તે કોઈ હુમલો નહોતો જ્યારે મમતાને ઈજા લાગ્યા બાદ પોતે એ આરોપ લગાવ્યો કે ષડ્યંત્ર હેઠળ તેના પર હુમલો કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here