અરવલ્લી : મોડાસામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્રારા ચૂંટણી સભાને સંબોધવામાં આવી.

0
8

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્રારા ચૂંટણી સભાને સંબોધવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ પુર્વે મોડાસામાં ભાજપ દ્રારા આયોજન ચૂંટણી કરવામાં આવેલ સભામાં જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારો અને સમર્થકો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં તેમણે રાજ્યમાં કોંગ્રેસ ના ૫૦ વર્ષ ના સાશન ના ખામીઓ સામે ભાજપ ના ૨૫ વર્ષના સાશન ની ઉપલબ્ધીઓ ગણાવી હતી. આ ઉપરાંત તેમણે કેંન્દ્ર ની મોદી સરકારે કરેલ પ્રજા લક્ષી કામોનું વર્ણન કર્યુ હતું .તેમણે વધુ માં સરકાર દ્રારા પ્રજા ના હિત માં લેવાયેલ નિર્ણાયો અંગે પણ વાત કરી હતી.ભાજપ દ્વારા પેજ કમીટી બનાવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૮૫ હજાર જેટલા સદસ્યોના કાર્ડના વિતરણ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર કરવા માટે ના કાર્યક્રમમાં આવેલા. તેમણે કાર્યક્રમમાં કાર્યકરોનો ઉત્સાહ જોઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા જીતની આશા વ્યક્ત કરી.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here