શોકેસ : Maruti WagonR જેવી દેખાતી ઇલેક્ટ્રિક કાર Wuling Mini શોકેસ થઈ, સિંગલ ચાર્જમાં 170 કિમી ચાલશે

0
7

દિલ્હી. વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ ચીનની ઓટોમોબાઇલ કંપની Wuling Hongguangએ તેની એક નાની ઇલેક્ટ્રિક કાર Mini શોકેસ કરી છે. ખૂબ જ અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ લેક્ટ્રિક મોટરથી સજ્જ આ નાની કાર દેખાવમાં ઘણી ખરી મારુતિ વેગનઆર જેવી લાગે છે. આ કાર સાથે જોડાયેલી કેટલીક ટેક્નિકલ ડિટેલ્સ સામે આવી છે.

આ કારમાં ફક્ત ત્રણ દરવાજા છે. ફ્રંટમાં બે દરવાજા અને એક દરવાજો તેના પાછળના ભાગમાં આપવામાં આવ્યો છે. આ કારમાં 4 લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કંપનીએ આ કારમાં 13.82kWh કેપેસિટીની બેટરીપેકનો ઉપયોગ કર્યો છે અને આ કાર સિંગલ ચાર્જમાં 170 કિમી સુધીનું અંતર કાપી શકે છે.

એન્જિન ડિટેલ્સ

આ એક કમ્પ્લિટ ઇલેક્ટ્રિક કાર છે અને તેમાં ફ્રંટ વ્હીલ ડ્રાઇવ ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં નાખવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર 27hp પાવર અને 85Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, આ પાવર આઉટપુટ ઇન્ડિયન માર્કેટમાં ચાલતી જાવાની બાઇક્સથી પણ ઓછું છે, જે આશરે 28Bhp પાવર આઉટપુટ આપે છે.

સાઇઝ 

આ નાની ઇલેક્ટ્રિક કારની ટોપ સ્પીડ ફક્ત 100 કિમીની છે. આ કાર 2,917mm લાંબી છે અને તેની પહોળાઈ 1,493mm અને ઉંચાઈ 1,621mm છે. આ કારમાં કંપનીએ 1,940mmનું વ્હીલબેઝ આપ્યું છે. આ કારનું કુલ વજન 705 કિલો છે.Wuling Mini ઇલેક્ટ્રિક કારની બીજી રોમાં ફોલ્ડિંગ સીટ આપવામાં આવી છે. આ સીટને જો તમે ફોલ્ડ કરો તો આ કારના પાછળના ભાગમાં સારી બૂટ સ્પેસ પણ મળશે. જે અન્ય સિડેન કાર્સ કરતાં ઘણી વધારે છે.

કિંમત

અત્યારે આ કાર ફક્ત શોકેસ થઈ છે એટલે તેની કિંમત વિશે કોઈ જાણકારી નથી મળી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કાર ઇન્ડિયન પ્રાઇસ પ્રમાણે 4.5 લાખ રૂપિયાની આસપાસ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here