ચીન : કર્મચારીએ છઠ્ઠા માળ પર બાલ્કનીમાં ફસાયેલી 5 વર્ષની છોકરીનો જીવ બચાવ્યો

0
0

ઝિગોંગ. ચીનમાં એક મેઈન્ટેનન્સ વર્કરે છઠ્ઠા માળ પર બાલ્કનીમાં ફસાયેલી 5 વર્ષની છોકરીનો જીવ બચાવ્યો છે. આ છોકરી ઘરે એકલી હતી અને રમત-રમતમાં તે બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી.

 

 

આ ઘટના ગુરુવારે સવારે ઝિગોંગ શહેરમાં બની છે. હુ યુનચુઆન નામના કર્મચારીને લોકોએ રિયલ સ્પાઈડરમેન કહ્યો હતો. પાંચ વર્ષની છોકરીની મદદથી બુમો સાંભળી ત્યારે તે નજીકની બિલ્ડિંગમાં કામ કરતો હતો. તેણે જોયું કે છઠ્ઠા માળ પર એક છોકરી બાલ્કનીમાં ફસાઈ ગઈ છે અને ફ્લેટની નીચે લોકો હાથમાં ચાદર પકડીને ઊભા હતા. યુનચુઆને એક મિનિટનો પણ વિચાર કર્યા વગર સ્પાઈડરમેનની જેમ બિલ્ડિંગ પર ચડ્યો અને છોકરીને સુરક્ષિત તેના ઘરમાં મૂકી.

યુનચુઆનને તેના આ બહાદુરી ભર્યા કામ બદલ કંપનીએ નવો ફ્લેટ ગિફ્ટ પણ કર્યો. યુનચુઆને મીડિયાને કહ્યું કે, મારી બદલે તમે પણ એ પરિસ્થતિમાં હોત તો મેં જે કામ કર્યું છે તે જ તમે પણ કરત, તે સમયે મને બીજું કઈ ના વિચાર આવ્યો અને હું તેની મદદ કરવા માટે દોડી ગયો. મને તે છોકરીનો જીવ બચાવીને ખુશી થઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here