- Advertisement -
આશ્રમશાળા કર્મચારી સંઘ ગુજરાતના આંદોલનાત્મક કાર્યક્રમ મુજબ આશ્રમ શાળાના કર્મચારીઓ માસ સી.એલ. પર ઉત્તરી જતા સરકારે નોંધ લેવી પડી હતી. ગુજરાતમાં આવતી 720 જેટલી આશ્રમ શાળાના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો સરકાર પાસે ઝડપી ઉકેલ થાય તે માટે વારંવાર ભૂતકાળમાં રજૂઆતો કરેલી છે. જેમાં 4200 ગ્રેડ પે, જૂની પેન્સન યોજના, સાતમાં પગારપંચના લાભો, ગૃહમાતા-ગૃહપતિ, ગુજરાત સરકારના એકમ કસોટી અંગેના પ્રશ્નો, વગેરેનો ઉકેલ લંબા સમયથી ન મળતાં કર્મચારીઓ રોષે ભરાયા છે.