વેવાઈ વેવણની લવ સ્ટોરીનો ધી એન્ડ, પરત ફરેલ વેવાણના પતિએ મૂકી શરતો

0
60

નવસારીમાં વેવાઈ-વેવાણની લવસ્ટોરી ખુબ ગાજી હતી. ફેબ્રુઆરીમાં જે યુગલના લગ્ન હતા તેમાંથી દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બાળપણામાં ફૂટેલા પ્રેમના અંકુર દીકરી-દીકરાના વિવાહની વાત આવતા વટવૃક્ષ બન્યા હતા અને બંને ઘરેથી ભાગી ગયા હતા. જો કે અમુક સમય વિતાવીને બંને પરત પણ ફર્યા હતા.

  • સુરતમાં વેવાઈ દ્વારા વેવાણને ભગાડી જવાનો મામલો
  • પ્રેમ પ્રકરણમાં છુટા પડ્યા બાદ વિવાદનો આવી શકે છે અંત
  • સમાજના આગેવાનો મળીને વિવાદનો કરાવશે નિકાલ
  • પતિએ પત્નીને અપનાવવા માટે મુકી છે શરતો

નવસારીના વેવાણ અને સુરતના વેવાઈના ભાગી જવાના પ્રકરણમાં હવે અંત આવી શકે છે. પ્રેમ પ્રકરણમાં છુટ્યા બાદ વિવાદનો અંત આવે તેવી શક્યતા છે. સમાજના આગેવાનીએ મધ્યથી કરાવતા પતિ હવે બધુ ભૂલીને પત્નીને સ્વીકવા માટે તૈયાર થયા છે. પત્નીને સ્વીકારવા માટે પતિએ શરતો પણ મુકી છે. સમાજની હાજરીમાં પત્નીને સ્વીકારવા માટે પતિ તૈયાર થયા છે. નવસારીના વેવાણ, સુરતની વેવાઈને લઈને ભાગી જતા નવસારીમાં ફરિયાદ થઈ હતી. આ ઘટનાની સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી. ઘટનાના થોડા દિવસ બાદ બન્ને પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

શું છે વેવાણ-વેવાઈની લવસ્ટોરી

આ લવલ્ટોરી બહુ પુરાણી છે. સુરતક અને નવસારીના બે યુવક યુવતીના લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બચપણમાં અધુરો રહી ગયોલો પહેલો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા અને પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાઈ-વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા. અને 16 દિવસ સાથે રહીને બંને પરત ફર્યા હતા જેમાં વેવાણને તો પતિએ ઓળખવાની જ ના પાડી દેતા તેણે પોતાના પિયર જવું પડ્યું હતુ જ્યારે વેવાઈ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. આ સ્ટોરી હાલ ઘર ઘરમાં જાણીતી થઈ ચુકી છે. જો કે હવે વેવાણ અને તેમના પતિ વચ્ચે સમાધાન થઈ ગયુ છે.

વાત પોલીસ સુધી પહોંચી હતી

વેવાઈ-વેવાણ પરત આવ્યા બાદ આગામી 14મી ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન તૂટી ગયાં હતાં. જેથી વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં જ રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન વેવાઈએ સામાન આપવા આવેલા યુવકને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ મામલે બંને તરફથી ફરિયાદ નોંધાઈ છે અને ત્રણની અટકાયત કરવામાં આવી છે.

દીકરીના પિતાએ વિવાહ ફોક કર્યા

નવસારીમાં રહેતી દીકરીના પિતાએ લગ્ન તો તોડી નાખ્યા પણ પોતાની દીકરીના લગ્ન માટે ચડાવેલા સોનાના દાગીના સહિતનો સામાન સુરત ખાતે રહેતા પોતાના સંબંધી પાસે મોકલી આપ્યો હતો. સંબંધીએ એક યુવકને આ સામાન વેવાઈને ત્યાં આપવા મોકલ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here