બ્લૂમબર્ગમાંથી : શિન્જોના રાજીનામાની સાથે આબેનોમિક્સ યુગનો અંત, આ ત્રણ પૈકી કોઈ એક આબેનો ઉત્તરાધિકારી બનશે

0
5

જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર રાજીનામું આપી દીધું છે. જોકે ખૂબ જ ઓછા લોકો આશા રાખી રહ્યા છે કે આગામી જાપાની વડાપ્રધાન દેશમાં ધરખમ ફેરફાર કરશે. તેમના સૌથી સંભવિત ઉત્તરાધિકારી ચીન સાથે સંબંધોને લઈને નાણાકીય નીતિમાં પણ ફેરફાર કરી શકે છે. 2012માં પદ સંભાળ્યા પછી આબેએ અર્થતંત્રને ફરીથી ઊભું કરવા નાણાકીય નીતિને અનપેક્ષિતરૂપે બદલી અને રાજકોષીય નીતિને ફ્લેક્સિબલ બનાવી હતી. આ ફેરફારને આબેનોમિક્સ નામે પણ ઓળખાય છે. આબે સૌથી લાંબા સમય સુધી પીએમ રહ્યા કેમ કે તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં જાહેરમાં મતભેદ ક્યારેય સામે આવ્યા નહોતા.

આ ત્રણ પૈકી કોઈ એક આબેનો ઉત્તરાધિકારી બનશે

તાજેતરમાં હાથ ધરાયેલા સરવે જણાવે છે કે લોકો ઈશિબાને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માને છે.
(તાજેતરમાં હાથ ધરાયેલા સરવે જણાવે છે કે લોકો ઈશિબાને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માને છે.)
  1. શિગેરુ ઈશિબા(63), પૂર્વ સંરક્ષણમંત્રી : 2021 સુધી કોઈ નેશનલ ઈલેક્શનની જરૂર નથી. એટલા માટે એલડીપીનો નવો નેતા આબેનો ઉત્તરાધિકારી બનશે. તાજેતરમાં હાથ ધરાયેલા સરવે જણાવે છે કે લોકો ઈશિબાને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માને છે. તેમની આર્થિક નીતિઓને આબેથી વધુ લોકવાદી તરીકે જોવાય છે. આંતરરાષ્ટ્રીય મોરચે ઈશિબા ચીન સાથે સંબંધ જાળવી રાખવાના આબેના પ્રયાસોને આગળ વધારશે, એટલા માટે ઈશિબાની આશાઓ વધુ છે. શિન્જો આબેના અનુગામી તરીકે હાલ વિવિધ નામો ચર્ચાઈ રહ્યા છે
  2. તારો કોનો(57), સંરક્ષણમંત્રી: વર્તમાન સંરક્ષણમંત્રી તારો કોનો સારી રીતે અંગ્રેજી બોલે છે અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. ચાલુ મહિનાની શરૂઆતમાં નિક્કેઈ અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે તથાકથિત ફાઈવ આઈઝ ઈન્ટેલિજન્સ એલાયન્સ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુકે તથા અમેરિકાને સાથે લાવવાનો છે. તેનાથી લાગે છે કે તે ચીન પર સંયુક્ત દબાણ કરવાના ઈચ્છુક છે. ફુમિયો કિશિદા આબેથી વધુ શાંતિવાદી દેખાય છે.
  3. ફુમિયો કિશિદા(63), પૂર્વ વિદેશમંત્રી : ફુમિયો કિશિદામાં શિન્જો આબેએ જ સંભવિત નેતા અને તેમના ઉત્તરાધિકારી શોધ્યા. શિન્જોએ તેમને પાર્ટીના વરિષ્ઠ પદે પણ બિરાજિત કર્યા. પણ નમ્ર સ્વભાવના પૂર્વ બેન્કર કિશિદા નેતા તરીકે સ્થાપિત થવામાં સફળ થયા નથી. તે આબેથી વધુ શાંતિવાદી દેખાય છે. સોમવારે ટીવી ટોક્યો પર પ્રસારિત એક ઈન્ટરવ્યૂમાં વ્યાજદરો ઓછા રહેવાની આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here