ચંદા કોચર સામે ટૂંક સમયમાં ચાર્જશીટ મૂકશે એન્ફોર્સમેન્ટ વિભાગ

0
5

નવી દિલ્હી,તા. 6
દેશની ખાનગી ક્ષેત્રની ટોચની આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ એમડી ચંદા કોચર અને તેના પતિની મુશ્કેલી વધતી જાય છે. ચંદા કોચરે બેન્કના વડા તરીકે વિડીયોકોન સહિતની કંપનીઓને જે ધીરાણ આપ્યું હતું તે શંકાના ઘેરાવામાં છે.

વીડીયોકોને આ ધીરાણના બદલામાં ચંદા કોચરના પતિની કંપનીને શેર મૂડી અને લોન આપ્યા હતા જે કદી પરત થયા નથી ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેન્કની માલિકીના એપાર્ટમેન્ટ પણ વીડિયોકોન ગ્રુપને આપવામાં આવ્યા હતા અને તેમાં પણ ગેરરીતિના આક્ષેપો છે.

એન્ફોર્સમેન્ટ ડીરેક્ટર દ્વારા આ અંગે ચંદા કોચર અને તેના પતિ સામે ચાર્જશીટ મૂકાશે અને ત્યારબાદ તેમની ધરપકડ પણ થઇ શકે છે. આ પ્રકરણમાં ચંદા કોચરના નિવેદન અગાઉ લઇ ચૂકાયા છે અને એન્ફોર્સમેન્ટ વિભાગે પૂરતા પૂરાવા મેળવી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here