ભાજપના નેતાની પૌત્રીની સગાઇમાં 6 હજારથી વધુ લોકો ગરબે ઘુમ્યા : ગુંગળામણમાં કોરોના મરી ગયો..!!!

0
23

સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે તાપીમાં ભાજપના આદિજાતિના ભૂતપૂર્વ મંત્રીના પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટના ધજાગરા ઉડ્યા હતા. સંક્રમણ અટકાવવા સરકાર એક્શનમાં છે, ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લગવવામાં આવ્યો છે. ત્યારે સત્તાધીશ પાર્ટીના જ મંત્રી સરકારના નિયમોને નેવે મુકતા નજરે ચડ્યા છે.

કોરોના ગાઈડલાઈનના સરેઆમ ભંગનો કિસ્સો તાપીના સોનગઢનાં ડોસવાડામાં બન્યો છે. ભાજપના જ નેતા પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતના પૌત્રીની સગાઈમાં તમામ નિયમો નેવે મૂકાયા છે. ભાજપના માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ વિધિનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. એક તરફ લોકોને લગ્નમાં મંજૂરી નથી મળી રહી, ત્યાં ભાજપના જ નેતાએ ટોળાને ભેગા કરીને પૌત્રીનો સગાઈ પ્રસંગ કર્યો હતો.

આ સમારોહમાં 6000થી વધુ લોકો સામેલ થયા હતા. અને લોકો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરતા કેમેરામાં કેદ થયા હતા. કોરોના મહામારીમાં પણ આટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવવા ન જોઇએ તેટલી સામાન્ય સમજણ પણ પૂર્વ ધારાસભ્યમાં જોવા ન મળી અને પોતાની પૌત્રીની ઉજવણીમાં ઘેલા બનેલા ધારાસભ્ય કાંતિ ગામિતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

જોકે, આ વીડિયો વાયરલ થતાં પોલીસ અને સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરત રેન્જ આઇજી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા ગણદેવી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

તાપીમા સગાઈ કાર્યક્રમના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ આપી દીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. વિડીયોના આધારે વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here