એન્જિનિયરની પત્ની અને દીકરીને બંધક બનાવીને કાર લૂંટવાની ઘટના સામે આવી

0
5

ગ્રેટર નોઇડામાં રવિવારે સાંજે ઓપો મોબાઈલ કંપનીના એન્જિનિયરની પત્ની અને દીકરીને બંધક બનાવીને કાર લૂંટવાની ઘટનાથી આખો પરિવાર શોકમાં છે. એન્જિનિયરની 27 વર્ષીય પત્ની અનુ ઢાંડાએ જણાવ્યું કે, તેણે ગુંડાઓ સામે હાથ જોડીને તેને અને તેની દીકરીને જવા દેવા વિનંતી કરી હતી અને ત્યાર બાદ બદમાશોએ તેમને ચાલતી કારમાંથી નીચે ફેંકી દીધા હતા.

એન્જિનિયર નિશાંત ઢાંડા (29) પોતાની પત્ની અને બાળકીને લઈને શાક ખરીદવા માટે નીકળ્યા હતા. મિગ્શન ગોલ ચક્કર પાસે બ્રેજા કારમાંથી ઉતરીને નિશાંત શાક ખરીદવા લાગ્યા હતા. રવિવાર અને સાંજનો સમય હોવાથી તે સમયે ટ્રાફિક ખૂબ ઘટી ગયો હતો. તે સમયે અચાનક જ બે બદમાશ આવી ચઢ્યા હતા અને એકે ડ્રાઈવર સીટ પચાવી પાડી હતી જ્યારે બીજો પાછળ અનુને ધક્કો મારીને બાજુમાં બેસી ગયો હતો. ત્યાર બાદ તેણે બંદૂક કાઢીને અનુના માથે તાકી દીધી હતી અને બંનેને ગોળી મારવાની ધમકી આપી હતી.

બાજુમાં જ શાક ખરીદી રહેલા નિશાંતે બૂમ પાડી હતી પરંતુ ત્યાં સુધીમાં બદમાશો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. અનુએ હાથ જોડીને તેમને છોડી દેવા વિનંતી કરી હતી જેથી આશરે 200 મીટર દૂર તેને અને તેની દીકરીને ચાલુ કારમાંથી બહાર ધક્કો મારી દીધો હતો.

ઘટના સ્થળે હાજર લોકોના કહેવા પ્રમાણે લૂંટની ઘટના પહેલા એક સેન્ટ્રો કાર આવી હતી જેમાં અડધો ડઝન લોકો સવાર હતા. ઘટના બાદ સેન્ટ્રો ત્યાંથી ગઈ ત્યારે તેમાં 3-4 લોકો જ બેઠા હતા. આ કારણે લૂંટારૂઓ સેન્ટ્રોમાં આવ્યા હોવાની આશંકા છે અને તેમણે તકનો લાભ લઈને ગાડી લૂંટી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here