Monday, October 18, 2021
Homeકડીના મંત્રી નિવાસ રોડ પરના ગેરકાયદે બે બાંધકામ બાબતે પાલિકાનું ભેદી મૌન.
Array

કડીના મંત્રી નિવાસ રોડ પરના ગેરકાયદે બે બાંધકામ બાબતે પાલિકાનું ભેદી મૌન.

કડીના નગરસેવક પારસ કર્ણિક સહિત અન્ય શખ્સોએ શહેરના મણિપુર વિસ્તારમાં મંત્રી નિવાસ રોડ પર રહેણાંક મકાનો તોડી કોમર્શિયલ દુકાનો તાણી બાંધી છે. આ બાબતે પાલિકાએ ત્રણ માસ અગાઉ નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી નહીં કરાતાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.

શહેરના મણિપુર વિસ્તારમાં મંત્રી નિવાસ રોડ પર આવેલ મોટો માઢ પાસેના ટીકા નં.12/3ના સિટી સર્વે નંબર 31માં સોની જીતેન્દ્ર વાડીલાલે નગરપાલિકા દ્વારા મંજૂર કરેલા પ્લાન મુજબ પાર્કિંગની જગ્યામાં બાંધકામ કર્યું છે. ટીકા નં.12/4માં સિટી સર્વે નંબર 58માં આવેલી જગ્યામાં દેવિકાબેન રીતેશભાઈ કડિયા દ્વારા ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં રહેણાંક હેતુ બાંધકામ પરવાનગી અપાયેલી હોવા છતાં બિલ્ડીંગ પ્લાન વિરુદ્ધ દુકાનોનું કોર્મશિયલ બાંધકામ કર્યું છે.

પાલિકાને આ બંને વ્યક્તિઓએ મંજૂર થયેલા બિલ્ડીંગ પ્લાન વિરુદ્ધ કરેલા બાંધકામ અંગે ત્રણ માસ અગાઉ નોટિસ આપી દિન-7માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા આદેશ કર્યો હતો. જોકે, નોટિસ આપ્યા બાદ પાલિકાએ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાલિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.

કોર્પોરેટરના ગેરકરાયદે બાંધકામ અંગે રજૂઆત

નગરસેવક પારસ કર્ણિકે મંત્રી નિવાસ રોડ સ્થિત રહેણાંક મકાન તોડી તેની જગ્યાએ પાલિકાએ ગ્રાઉન્ડ ફ્લોર પર વાણિજ્ય હેતુ માટે 17 ચોરસ મીટર અને ફર્સ્ટ ફ્લોરમાં રહેણાંક હેતુ બાંધકામ પરવાનગી આપી હોવા છતાં ગેરકાયદે બાંધકામ કર્યું છે.પાલિકામાં ખેમાભાઈ ગમનભાઈએ લેખિત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કાર્યવાહી કરાઇ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments